દુષ્કર્મનો ખોટો કેસ કરવો મહિલાને ભારે પડ્યો,૧૦ વર્ષની સજા અને ૨ હજારનો દંડ
ભોપાલ, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક મહિલાને દુષ્કર્મનો ખોટો કેસ કરવો ભારે પડ્યો છે. કોર્ટે આ મહિલાને ૧૦ વર્ષની સજા સંભળાવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જાેઈએ તો, લગભગ ૧૩ વર્ષ પહેલા જીરાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ચાર લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો.
આ મામલાની સુનાવણી દરમિયાન મહિલાએ દુષ્કર્મ ન હોવાની વાત કહી અને મામલો અંદરોઅંદર નિપટાવી દીધો તો કોર્ટે આરોપીઓેને દોષ મુક્ત કરતા મહિલાને ૧૦ વર્ષને સજા ફટકારી છે. કહેવાય છે કે, વર્ષ ૨૦૦૮માં મહિલાએ જીરાપુર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ રેપની ફરિયાદ કરી હતી.
આ મામલામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા પોતાના આરોપમાંથી પલ્ટી ગઈ હતી. તેની ફરિયાદનું કારણ જમીન વિવાદ ગણાવ્યું હતું. કોર્ટે મહિલાને પોતાનો પક્ષ રાખવા માટે બે વાર મોકો આપ્યો. પણ મહિલાએ રેપની ઘટનાને લઈને ના પાડતી રહી.
મહિલા દ્વારા દુષ્કર્મની વાત નકાર્યા બાદ આરોપીઓને દોષ મુક્ત કરવાામાં આવ્યા અને મહિલા પર ખટલો ચલાવામાં આવ્યો. ત્યાર બાદ મહિલાને ૧૦ વર્ષની સશ્રમ કારાવાસની સજા અને બે હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
જીરાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી એસ મંડોવિયાએ જણાવ્યુ કે, જ્યારે મહિલાનો રિપોર્ટ લખ્યો ત્યારે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ બે પર કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં મહિલા પુરાવા આપી શકી નહોતી. કોર્ટે મહિલાને ૧૦ વર્ષની સજા સંભળાવી હતી.HS