Western Times News

Gujarati News

દુષ્કર્મ કરનાર નર્મદા ભાજપ ઉપપ્રમુખને હોદ્દાથી હટાવાય

રાજપીપળા, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેતપુર ગામની ૩૦ વર્ષીય યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુવતી આદિવાસી હોવાનું હિરેન પટેલ જાણતો હોવા છતાં યુવતીને નોકરી અને લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને ફોટા તેમજ વિડીયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો ભાજપ પાર્ટીએ પણ હિરેન પટેલને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુવતીએ હિરેન પટેલ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કર્યા તો થનારા પતિને પણ જાનથી મારી નાખવાની અને તેના પરિવારને પણ બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હતી. યુવતીએ વધુમાં જણાવ્યું કે, હિરેન પટેલે આવી ધમકીઓ આપી પોતાની સાથે અવારનવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ-અલગ હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, અલવા ગામે એના ઘરમાં પણ બળાત્કાર કર્યો હતો.. સાથે સાથે યુવતીનો હિરે પટેલે વારંવાર પીછો કરી પ્રેમ સંબંધ રાખવા અને માનસિક ત્રાસ આપી દબાણ કર્યો હાવનું પણ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હિરેન પટેલ પોતે પરિણીત અને બે બાળકો પણ છે. તેમ છતાં પોતાની પુત્રીની ઉંમરની યુવતી સાથે આવું કૃત્ય કર્યું એ નિંદનીય છે. હિરેન પટેલ વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પ્રમુખે હિરેન પટેલને ભાજપના ઉપપ્રમુખ પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ યુવતીએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ૬ દિવસથી લેખિત ફરિયાદ કરી છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આટલો વિલંબ કેમ કર્યો તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ યુવતીના સમાજની મહિલાઓએ આ મામલે કેવડીયા કોલોનીના ડીવાયએસવી સમક્ષ પણ રજૂઆત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.