દુષ્કર્મ-હત્યાના આરોપીની મૃત્યુદંડની સજાને સુપ્રીમે આજીવન કેદમાં ફેરવી
દરેક ગુનેગારનું ભવિષ્ય હોય છે
એક સંત અને એક પાપી વચ્ચે માત્ર એટલો જ
અંતર હોય છે કે દરેક સંતનો એક ઈતિહાસ હોય
છે અને દરેક પાપીનું એક ભવિષ્ય હોય છે.’
નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર વ્યકિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. જસ્ટીસ પુલ લલીત એસ રવીન્દ્ર ભટ અને બેલા એમ ત્રિવેદીને બેચે હત્યાના કેસમાં દોષીને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને આજીવન કેદ અને બળાત્કારના કેસમાં ર૦ વર્ષની સજામાં ફેરવી દીધી હતી. બેન્ચે ચુકાદો આપતા અવલોકન કર્યું કે ગુનેગારોને આપવામાં આવતી મહત્તમ સજા તેના વિકૃત મનને સુધારવા માટે હંમેશા નિર્ણાયક પરીબળ હોઈ શકે નહી.
૧૯ એપ્રિલે આપેલા આ ચુકાદામાં બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે જેલમાંથી છૂટયા બાદ તેને સામાજીક રીતે ઉપયોગી વ્યકિત બનવાની ક આપવી જાેઈએ.સજાના આ ફેરફારની જાહેરાત કરતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે પ્રખ્યાત અંગ્રેજી લેખક ઓસ્કર વાઈલ્ડની એક પંકિતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એક સંત અને એક પાપી વચ્ચે માત્ર એટલો જ અંતર હોય ેછ કે દરેક સંતનો એક ઈતિહાસ હોય દુષ્કર્મ-હત્યાના આરોપીની મૃત્યુદંડની સજાને સુપ્રીમે આજીવન કેદમાં ફેરવી દીધી છે. અને દરેક પાપીનું એક ભવીષ્ય હોય છે.
આ મામલો મધ્યપ્રદેશની સિવાની જીલ્લાના એક ગામનો છે. સિવની જીલ્લાના એક ગામમાં છે. ૧૭ એપ્રિલ ર૦૧૩ના રોજ એક ગામમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. બાદમાં મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં બાળકીનું મોત થયું હતું. યુવતી સાથે આ ધૃણાસ્પદ કુત્ય ધનસોર ફાર્મમાં મોહમ્મદ ફીરોઝ નામના ૩પ વર્ષીય વ્યકિત દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં તેણે બાળકીને ખેતરમાં
ફેકી દીધી હતી. બાળકી અવસ્થામાં તેાન માતા-પિતાને મળી હતી બીજા દિવસે સવારે જબલપુરની
નેતાજીસુભાષ ચંદ્ર મેડીકલ કોલેજમાં બાળકીને લઈ ગયા. યુવતીને એર એમ્બ્યુલન્સ દ્વારા નાગપુર લઈ જવામાં આવી હતી અને રામદાસપેઠ વિસ્તારની કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આ હતી. જયાં સારવાર દરમ્યાન બાળકીનું મોત થયું હતું.