દુષ્કાળ હારી ગયો, મનુષ્ય જીત્યો
સ્વર્ગમાં એકવાર ચર્ચા જાગી. એક દેવદૂતે કહ્યું, ‘ઉજજયનીમાં જયારે દુકાળ પડયો ત્યારે એક એવો માણસ હતો, જેણે પોતાને જેટલું જરૂરી હતું એટલું અનાજ રાખીને બાકીનું અનાજ ભૂખ્યાઓને વહેચી દીધેલું.’
બીજાે દેવદૂત બોલ્યો, ‘મે એક એવા માણસને જાેયો હતો જેણે પોતાનું સર્વસ્વ ભૂખ્યા માણસોને આપી દીધું હતું.’ ત્રીજા દેવદૂતે મંદમંદ હસતાં કહ્યું, મે તો એક અત્યંત ગરીબ માણસને જાેયો હતો. દશ દિવસ ભૂખ્યો રહેલો. એક દયાળુ માણસે એને થોડુંક ખાવાનું આપ્યું. પરંતુ જયારે તે ખાવા બેઠો ત્યારે તેની નજર પાસે સૂતેલા એક કૂતરા પર પડી. જે કૂતરો ભૂખથી અરધો મરેલો જેવો થઈ ગયો હતો હતો અને લાલચભરી આંખોથી ખોરાકને જાેઈ રહયો હતો.
‘તે માણસે વિલંબ કર્યા વિના પોતાને દસ દિવસે મળેલા અલભ્ય ખોરાકને ચિંતારરહિત મને પેલા કૂતરાને સોંપી દીધો. પોતે ન ખાધું અને કૂતરાને ખવડાવી દીધું. આ અર્પણવિધી જાેઈને દુષ્કાળ પોતાનું મસ્તક નમાવીને ચાલ્યો ગયો.’
કારણ કે એક પુરુષ શ્રેષ્ઠ પોતાના આત્માના પ્રજજવલીત શૌર્ય દ્વારા દુષ્કાળને ચેતવણી આપી હતી. દુષ્કાળ હારી ગયો, મનુષ્ય જીત્યો. આવું અર્પણ ઉત્તમ ગણાય.