દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને જેલમાંથી રજા મળી
ચંદીગઢ : હરિયાણાની જન નાયક પાર્ટીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને બે સપ્તાહ માટે જેલમાંથી રજા મળી ગઈ છે. તેઓ આજે સાંજે અથવા તો રવિવાર સવાર સુધી જેલમાંથી બહાર આવી શકે છે. તેઓ હાલ દિલ્લીની તિહાર જેલમાં છે. બે દિવસ પહેલા ૨૪મી ઓક્ટોમ્બરના દિવસે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં દુષ્યંત ચૌટાલાની પાર્ટીના ૧૦ ધારાસભ્યો જીત્યા છે. ભાજપ સાથે નવી સરકાર બનાવવાની ડીલમાં પોતાની પાર્ટી માટે નાયબ મુખ્યમંત્રી પદ પણ મેળવી લેવામાં સફળતા મળી છે.
અજય ચૌટાલા હરિયાણામાં જુનિયર બેઝિક ટ્રેન્ડ ભરતી પરિક્ષામાં જેલની સજા ભોગવી રહ્યા છે. ઓમપ્રકાર ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને સીબીઆઈની કોર્ટે ૧૦-૧૦ વર્ષની સજા ફટકારી હતી. આ કૌભાંડમાં કુલ ૫૫ લોકોને કોર્ટે દોષીત જાહેર કર્યા હતા. આ વર્ષે જુન મહિનામાં તિહાર જેલમાં ચકાસણી દરમિયાન અજય ચૌટાલાની પાસે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ગુપ્ત સુચનાની આધાર ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની પાસેથી ફોન મળી આવ્યો હતો.