દૂધના ડુપ્લીકેટ પાઉડર પકડાયેલા પણ પોલીસે નીલ પંચનામુ કરી નાંખ્યુ!
તલાલા, તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં માનવ જીંદગી સામે જાેખમ ઉભુ કરનાર ડુપ્લીકેટ દૂધ બનાવવાનો પાઉડર સહિતની સામગ્રીનો જંગી જથ્થોે એક ગોદામમાં હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાવડરના પકેટ સહિતની વિવિધ વસ્તુઓ કબજે કરી હતી.
ત્યારબાદ આંકોલવાડી ગીર ગામે જુગારના દરોડો પાડી જુગાર રમતા શખ્સોને પકડી પાડ્યા બાદ પોલીસે કરેલી કામગીરીની વિગતો પ્રસમાં આપવા સવારે પત્રકારોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ડુપ્લીકેટ દૂધના પાવડરના આરોપીઓનુૃ નિવેદન સહિતની કામગીરી બાકી છે.
વિગતો પછી આપશુ એવો જવાબ આપીને પોલીસે પત્રકારોને વળાવી દીધા હતા. ત્યારબાદ જુગારની વિગતો આપી પોલીસે મૌન ધારણ કરી લેતા પોલીસની કામગીરીની નિષ્ઠા પ્રત્યે અવનવી ચર્ચાઓ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે તાલાલા પોલીસની પ્રજા વિરોધી કામગીરી અંગે તાલાલા પંથકના નાના પછાત ગરીબો દ્વારા ગીરસોમનાથ જીલ્લા કલેકટર તથા પોલીસને આવેદન આપ્યા હતા.
તાલાલા પોલીસે ફરીયાદી સાથે આરોપી જેવુૃ વર્તન કરી એક તરફી કામગીરી કરી રહી હોવાના વિવિધ ચોંકાવનારા બનાવોની વિગતોનો ઉલ્લેખ કરી તપાસની માંગ કરી હતી. જેની તપાસ શરૂ થઈ નથી. પત્રકારો સાથે પોલીસે મનમાની કરતા પોલીસની પ્રામાણિક્તા ઉપર શહેરમાં ફરી અવનવી ચર્ચા શરૂ થઈ છે.