દૂધના ભાવમાં વધારો ઝીંકાતા બટર, ચીઝના ભાવમાં કિલોએ રૂા.ર૦થી ૮૦નો વધારો

(એજન્સી)અમદાવાદ,
મોંઘવારી ઘટવાને બદલે વધતી જઈ રહી છે. લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો બીજી તરફ દૂધના ભાવ વધારાને લીધે ચોખ્ખા ઘી પનીરના ભાવો વધી ગયા બાદ હવે બટર, ચીઝના ભાવોમાં કિલોએ રૂ.ર૦થી ૮૦ સુધીનો વધારો થઈ ગયો છે. જેના લીધે સેન્ડવીચના ભાવોમાં પણ રૂા.પથીર૦ સુધીનો વધારો આવ્યો છે. ઉનાળાની ગરમી શરૂઆતમાં લીબુ રૂા.૪૦ કિલોો મળતા હતા તે વધીને રૂા.૧પ૦ એ કિલો વેચાઈ રહયા છે. આમ શાકભાજી, કઠોળ સહીતના ભાવો વધતા જ ગૃહિણીઓ પરેશાન છે. વેજીટેબલ સેન્ડવીસ સામાન્ય દિવસોમાં રૂા.૪૦ માં મળતી હતી તે અત્યારે રૂા.પ૦ માં જયારે ચીઝ સેન્ડવીસ રૂા.૮૦માં મળતી હતી તે હાલ રૂા.૧૦૦ માં વેચાય છે. શાકભાજી, કઠોળ અને દૂધની બનાવટના ભાવો આસમાને પહોચી ગયા છે. આમ છતા પુરવઠા વિભાગ માત્ર તમાશો જુએ છે. ગૃહિણીઓને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા વખતો-વખત કહેવાય છે. કે , થોડી ધીરજ રાખો મોઘવારી ઘટશે પરંતુ ઉલટાનું મોઘવારી વધતી જાય છે. હવે ખાવું જ શું તે પ્રશ્ન મધ્યમવર્ગને સતાવી રહયો છે. કઠોળ પણ મોંઘા થઈ ગયું છે. કાબુલી ચણા રૂા.૧૪૦ અડદની દાળ કિલોના રૂા.૧ર૦, તુવેરની દાળ કિલોના રૂા.૧૧૦ મગની દાળ કિલોએ રૂા.૧૧પની થઈ ગઈ છે.