Western Times News

Gujarati News

દૂધના ભાવવધારાની આશંકા વચ્ચે અમૂલ બટરના ભાવમાં વધારો

અમદાવાદ, ગુજરાત અને સમગ્ર દેશ હાલ મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. ઈંધણના ભાવ વધતા હવે ચોતરફથી દેશમાં મોંઘવારી માઝા મુકશે. ગઈકાલે અમૂલના દૂધમાં ફરી ભાવવધારો કરવાની આશંકા વ્યકત કર્યા બાદ ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે.

દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર પેકેટના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે. આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.