દૂધની ટ્રકમાંથી દારૂના રસિયાઓને દારૂ પૂરો પડે તે પહેલા પોલીસ ઝડપ્યો
અરવલ્લી:અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની અંતરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં ટ્રક-કન્ટેનર મારફતે વિદેશી દારૂ- બિયર ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે બંને જીલ્લાની પોલીસે રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડાતો અટકાવવા શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે ખેડભ્રહ્મા પોલીસે હાઈવે રોડ પરથી “અમુલ દૂધ પિતા હૈ ઇન્ડિયા” લખેલ આઇશર ટ્રકમાં ગુપ્તખાનું બનાવી ઘુસાડાતો ૮ લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ખેડભ્રહ્મા પોલીસે હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં “અમુલ દૂધ પિતા હૈ ઇન્ડિયા” સ્લોગન લખેલ એક આઈશર ટ્રક (ગાડી.નં.MH 04 FP 1186 ) ની શંકાસ્પદ ઝડપના પગલે અટકાવી તલાસી લેતા ટ્રકમાં દૂધ ભરવાના કેન ની પાછળ બનાવેલ ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્તખાનામાં તપાસ હાથધરતાં ગુપ્તખાનામાં છુપાવેલ વિદેશી દારૂ-બિયર ટીન નંગ-૪૧૭૩ કીં.રૂ.૮૦૦૭૦૦/- , મોબાઈલ નંગ-૩ કીં.રૂ.૧૦૫૦૦/- રોકડ રકમ ૨૪૦૦ તથા ટ્રક કીં.રૂ.૭૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૫૧૩૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧)રૂઘનાથરાવ લાધુરામ બિશ્નોઇ,૨)સુરેશ ઘનશ્યામ બિશ્નોઇ (બંને,રહે રાજસ્થાન ) અને પ્રેમ નાઈ નામના ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી