દૂધસાગર ધોધ: જે ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ ફિલ્મથી જાણીતો બન્યો !
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/doodhsagar.jpg)
ભારતમાં ફરવાની તથા કુદરતનો આનંદ લેવાની અનેક જગ્યાઓ છે. પણ ઘણીવાર આપણને તેના વિશે ખ્યાલ નથી હોતો. કુદરતના ખોળે વસેલી આવી જ એક જગ્યા એટલે દૂધસાગર ધોધ. તેના નામ પરથી જ તે કેવું હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.
જાેકે તમે તેને એક ધોધ સમજવાની ભૂલ જરાય ન કરતા. તેની સુંદરતા એટલી અદભૂત છે કે તમારી આંખો અને મોં બંને ખુલ્લા રહી જશે! જાે તમે પહેલી વાર અહીં જઈ રહ્યા છો તો નકકી માનજાે કે તમે એક અલગ જ પ્રકારનો અનુભવ કરશો. કેમ કે આ ધોધ મોલ્લેમ નેશનલ પાર્કની અંદર આવેલું છે,
અને તેની આજુબાજુની જગ્યા જયાંથી તમે પસાર થશો, તે જંગલોથી ઘેરાયેલી છે, અને એ જ બાબત પર્યટકોને આકર્ષે છે. દૂધસાગર ભારતનો એકમાત્ર એવો ધોધ છે, જે બે રાજયોની સરહદો પર સ્થિતિ છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આખરે આ જગ્યા છે ક્યાં, તો ચાલો જણાવી દઈએ.
દૂધસાગર ધોધ ગોવા અને કર્ણાટકની સરહદ પર પણજીથી ૬૦ કિ.મી. દૂર આવેલો છે. એકદાયકા અગાઉ તે આટલો લોકપ્રિય નહોતો. તેને લોકપ્રિય બનાવવા પાછળ શાહરુખ ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ ચેન્નઈ એકસપ્રેસનો મોટો ફાળો રહેલો છે. આ ફિલ્મમાં કેટલાંક દૃશ્યોમાં દુધસાગર ધોધની સુંદરતાને અદભુત રીતે બતાવવામાં આવી હતી
એ પછી લોકોના મનમાં આ ધોધને જાેવા માટેની ઈચ્છા જાગી અને તે લોકપ્રિય બન્યો. મજાની વાત એ છે કે, દૂધ જેવા દેખાતા આ ધોધની વચ્ચેથી ટ્રેન પણ પસાર થાય છે! ચેન્નાઈ એકસપ્રેસ ફિલ્મમાં તમે તેના અદભુત દૃશ્યો જાેયા હશે.
આ ધોંધ માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાનું સુંદર અને લોકપ્રિય ધોધ પૈકીનો એક છે. ૩૧૦ મીટર ઉંચાઈ અને અંદાજે ૩૦ મીટર પહોળાઈ ધરાવતો દૂધસાગર ધોધ ભારતનો સૌથી ઉંચા ધોધમાં પાંચમાં અને દુનિયામાં રર૭મું સ્થાન ધરાવે છે. પર્યટકો માટે સારી વાત એ છે કે તે જાેવા માટે દરરોજ ખૂલે છે.
તમે સવારે ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં જઈ શકો છો. જંગલમાંથી અહીં સુધી પહોંચવા માટે જીપની પણ સુવિધા છે. અહીં રસ્તામાં તમને બીજી પણ કેટલીક નાની નદીઓનો ભેટો થશે, જેની વચ્ચેથી તમે જીપ પસાર કરીને નીકળશો તો ઓર મજા આવશે.
જીપનું ભાડું એક સમયે વ્યક્તિ દીઠ રૂ.૪૦૦ હતું પણ હવે વધી કદાચ વધી ગયું હશે. આ સિવાય ગોવા વનવિભાગના ગેટ પર જ તમારે એક પહોંચ લેવાની રહે છે. જેનો ચાર્જ વ્યક્તિ દીઠ રૂા.પ૦ હોય છે. કોલેમ નામની જગ્યાએથી જીપમાં ઝરણાં સુધી પહોંચવામાં અંદાજે પોણો કલાક લાગતો હો યછે.
જીપમાંથી ઉતર્યા પછી તમારે બીજાે વીસેક મિનિટનો રસ્તો પગપાળા પસાર કરવાનો હોય છે. એ કહેવાની જરૂર નથી કે એ ર૦ મિનિટ તમારી આસપાસના દૃશ્યો જાેતાંજાેતાં ક્યાં પસાર થઈ જશે તેનો તમને ખ્યાલ પણ નહીં રહે. દૂધસાગર ધોધ આસપાસ બીજી પણ કેટલીક ફરવાલાયક જગ્યાઓ છે જેમાં, મોલ્લેમ નેશનલ પાર્ક ઉપરાંત નેત્રાવલી ઝરણું, તાંબડી સુરલા મહાદેવ, ભગવાન મહાવીર અભયારણ્ય મુખ્ય છે. જાે તમારી પાસે સમય હોય તો આ સ્થળોની મુલાકાત લેવી રહી.