દૂધ ચઢાવવા બાબતે પૂજારી અને દર્શનાર્થી વચ્ચે માથાકૂટ
અમદાવાદ: શહેરમાં માંડવીની પોળમાં મંદિરના ગર્ભગૃહમાં દૂધ ઢોળાઇ જતા દર્શનાર્થી અને પૂજારી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મણિનગરમાં રહેતા પાર્થ ભટ્ટે પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસમાં માંડવીની પોળમાં આવેલા રામનાથ મંદિરમાં પૂજા પાઠ કરાવે છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ગઇકાલે સવારે તે તેમની પત્ની અને ફોઈ સાથે મંદિરમાં હજાર હતા તે દરમિયાન રાજેશ ભાઈ અને તેમના પત્ની મંદિરમાં આવ્યા હતા અને પ્લાસ્ટિકની થેલી માંથી લોટામાં દૂધ કાઢતા હતા. આ દરમિયાન દૂધ મંદિરના ગર્ભગૃહમાં ઢોળાયુ હતુ. જેથી પાર્થે તેઓને મંદિરમાં રસ્તો નહિ રોકવા અને ગંદકી નહિ કરવા માટે જણાવ્યું હતું.જેથી રાજેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ત્યાંથી નીકળી ગયા હતા.
ત્યારબાદ થોડા સમય બાદ રાજેશભાઈનો પુત્ર તેના મિત્રો સાથે આવ્યો હતો અને ફરિયાદી સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. જેથી ફરિયાદી એ પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.જોકે, બીજી બાજુ રાજેશભાઈએ પણ પાર્થ તેની પત્ની અને ફોઈ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. રાજેશભાઈનો આરોપ છે કે, તેઓ શિવજીને દૂધ ચઢાવવા માટે મંદિરમાં ગયા હતા
ત્યારે પાર્થે તેઓ ને કહેલ કે બધું દૂધ ચઢાવવાની જરૂર નથી. થોડું દૂધ ચઢાવી બાકીનું બાજુની ડોલમાં મૂકી દો અમારે પણ ઘર કેવી રીતે ચલાવવું તેમ કહી તેમની સાથે ઝઘડો કરી બીભત્સ શબ્દો બોલીને ગળદાપાટું નો માર માર્યો હતો.જેથી તેમને પણ પાર્થ, તેની પત્ની અને ફોઈ ની વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ આપી છે. આમ પોલીસે હાલમાં બંનેની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.sss