દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળ, વાઇસ ચેરમેન અને એમડીની ધરપકડ
મહેસાણા, મહેસાણાથી સહકારી ક્ષેત્રને ભૂંકપનાં ઝટકા આપતી મોટી ઘટના સામે આવી રહી છે. જી હા, મહેસાણાની દૂધ સાગર ડેરીના ઘી મા ં ભેળસેળ મામલે નવો વળાંક આવ્યો છે અને પોલીસ દ્વારા ડેરીના વાઇસ ચેરમેન અને એમડીની ધરપકડ કરવામાં આવતા સહકારી ક્ષેત્રે ખડભડાટ મચી જવા પામ્યો છે. મહેસાણાની દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ મામલે ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા વાઇસ ચેરમેન અને સ્ડ્ઢ બંનેનાં કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાશે. ઉલ્લેખનીય છે કે, લોકોનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ ગંભીર મામલામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની ટીમ તપાસ કરી રહી છે.