“દૂસરી મા”, “હપ્પુ કી ઉલટન પલટન” અને “ભાભીજી ઘર પર હૈ”માં જોવા મળશે રોમાંચક મોડ
આ સપ્તાહમાં એન્ડટીવી પર શો “દૂસરી મા”, “હપ્પુ કી ઉલટન પલટન” અને “ભાભીજી ઘર પર હૈ”નાં પાત્રો પોતાને વિચિત્ર સ્થિતિમાં પામશે. એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા કહે છે, “અશોક ગાયબ થઈ ગયો હોવાથી યશોદા (નેહા જોશી) તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવે છે.
યશોદા, અરવિંદ અને કૃષ્ણા (આયુધ ભાનુશાલી) અશોકને શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ જાય છે. માલતી (અનિતા પ્રધાન) અને દાદાજી (સુનિલ દત્ત) અશોકના ઘર છોડી જવા માટે યશોદાને દોષ આપે છે, જેનાથી તે અપસેટ થાય છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને રાજેશ (કામના પાઠક) હપ્પુ સૌથી વધુ કોને પ્રેમ કરે છે તે શોધી કાઢવા માટે સ્પર્ધા કરે છે. તેઓ તેને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે તેણે બહાર જવા માટે કોઈ એકની જ પસંદગી કરવાની છે.
રાજેશ હપ્પુને કોલ કરે છે અને સાંજે 5.00 વાગ્યે તેની બહેનપણી કરિશ્માના ઘરે તેની જોડે આવવા માટે પૂછે છે, જ્યારે કટોરી અમ્મા તેને તેની સાથે મંદિરે આવવા માટે પૂછે છે. આ ટ્રિકી સ્થિતિમાં હપ્પુ શું કરશે?” એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અનિતા ભાભી કહે છે, “કમિશનર (કિશોર ભાનુશાલી) હપ્પુ અને મનોહરને પીપિંગ ટોમ નામે શખસને શોધી કાઢવા કહે છે,
જે તેની પર અને તેની પત્નીપર નજર રાખતો હોય છે. બંને પીપિંગ ટોમની શોધ શરૂ કરે છે. દરમિયાન વિભૂતિ (આસીફ શેખ)ને એક ધનાઢ્ય માણસ મળે છે, જે તેને શરીર પર ઘોડાના ટેટ્ટૂ હોય તેવા લોકોને શોધી કાઢવાનું કામ સોંપે છે, જેની સામે ફી તરીકે પાંચ કરોડની ઓફર કરે છે. વિભૂતિ ઓફર સ્વીકારે છે અને અન્યો પર જાસૂસી કરવાનું શરૂ કરે છે.”
જોતા રહો દૂસરી મા રાત્રે 8.00 વાગ્યાથી, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 વાગ્યાથી અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30 વાગ્યાથી, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર.