Western Times News

Gujarati News

દેખાવો કે ધરણાંની મંજૂરીનું કામ પોલીસનું છેઃ સુપ્રીમ કોર્ટ

૨૬મીએ ટ્રેકટર રેલી પર સુપ્રીમની ટિપ્પણી

નવી દિલ્હી,  કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે હવે દરેક લોકોની નજર ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર ટકેલી છે. ખેડૂતોએ આ દિવસે મોટી ટ્રેકટર રેલી કાઢવાની વાત કહી છે, જેનો દિલ્હી પોલીસે વિરોધ કર્યો. હવે જ્યારે સોમવારના રોજ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ તો ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી કે માર્ચ કે ધરણાની મંજૂરી આપવાનું કામ કોર્ટનું નહીં પોલીસનું છે.

આપને જણાવી દઇએ કે ખેડૂતોએ એલાન કર્યું કે ગણતંત્ર દિવસના અવસર પર તેઓ દિલ્હીમાં ટ્રેકટર રેલી નીકાળશે. આ ટ્રેકટર રેલી દિલ્હીના રિંગ રોડ પર હશે. જાે કે દિલ્હી પોલીસે તેનો વિરોધ કર્યો અને કાયદો વ્યવસ્થા બગડવાનો હવાલો આપ્યો. તેને લઇ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ.

સોમવારે જ્યારે આ મુદ્દાની સુનવણી થઇ તો ચીફ જસ્ટિસની તરફથી આકરી કડક ટિપ્પણી કરાઇ. કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસને ર્નિણય કરવાનો છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે શહેરમાં કેટલાં લોકો, કેવી રીતે આવશે એ પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે શું હવે કોર્ટ કહેશે કે સરકારની પાસે પોલીસ એક્ટની અંતર્ગત શું શક્તિ છે.

જાે કે જ્યારે સોલિસિટર જનરલની તરફથી ગણતંત્ર દિવસનો હવાલો આપી કોર્ટના નિર્દેશની અપીલ કરી તો હવે તેના પર વિસ્તારથી બુધવારના રોજ સુનવણી કરાશે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટ પહેલાં જ આ મુદ્દાની સુનવણી કરી રહ્યું છે. જ્યાં કોર્ટે એક કમિટીની રચના કરી છે, જે ખેડૂતો અને સરકારની વચ્ચે ચાલી રહેલા કૃષિ કાયદાને લઇ વિવાદને ઉકેલવાનું કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.