દેણવા સરકારી માધ્યમિક શાળામાં ત્રિદિવસીય ઉજાશ ભણી કાર્યક્રમ સંપન્ન
ભરૂચ : આમોદ તાલુકાના દેણવા ગામની સરકારી માધ્યમિક શાળામાં ત્રિદિવસીય ઉજાશ ભણી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૪ ઓક્ટોબરના રોજ બાળ આરોગ્યના અનુસંધાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી બામણિયા વિમળાબેન તથા બારૈયા જ્યોત્સનાબેને ઉપસ્થિત રહી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને સ્ત્રી રોગ,સ્ત્રી સમસ્યાઓ તેમજ સ્વાસ્થ્ય સ્વચ્છતા અને મુખ્ય રોગો જેવાકે એચઆઈવી એઇડ્સ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો વિશે જણાવી સચોટ માર્ગદર્શન આપ્યું હતું.
૯ ઓક્ટોબર ના રોજ સ્વ.સલામતીના વિષયને અનુલક્ષીને આમોદ પોલીસ સ્ટેશનમાંથી હેડ કોન્સ્ટેબલ ઐયુબભાઈ ગામના ડેપ્યુટી સરપંચે વિધાર્થીઓને સ્વ રક્ષણ અને બાળ ગુનાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
૧૪ ઓક્ટોબરે બાળકોની સતામણી અને જાતીય શોષણ જેવા વિષયને અનુલક્ષીને આમોદ કોર્ટ માંથી પધારેલ એડવોકેટ તથા ગામના સરપંચ ચંદુભાઈ વસાવા તથા એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.એડવોકેટે બાળકોને બાળ લગ્ન બાળ અધિકારો તેમજ જાતીય સતામણી અને પોસ્કો એક્ટ વિશે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. ઉજાશ ભણી ત્રિદિવસીય કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના ઈન્ચાર્જ આચાર્ય કિરણ પંચાલે કર્યું હતું.