દેના બેંકમાંથી લીધેલ ૧૧.૨૫ લાખ ધિરાણ ચુકવી ન શકતા અધિકારીઓના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં કોંગ્રેસ દ્વારા ખેડુતોની આત્મહત્યા નો પ્રશ્ન પૂછાયો હતો.જેમાં સરકારે ખેડૂતોએ ચાલુ વર્ષે કરેલ પાક નિષ્ફળ કે દેવાના પગલે કરેલ આત્મહત્યા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ખુબ ચગ્યો હતો ખેડૂતોએ કયા કારણસર આત્મહત્યા કરી તેના જવાબ પર સ્ટીકર મારવમાં આવ્યા હતા ખેડૂતો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા હોવાની ઘટનાનો સતત નોંધાઈ રહી છે ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના બોરના મુવાડા ગામના ખેડૂતે દેના બેંકમાંથી રૂ.૧૧.૨૫ લાખ રૂપિયાની લીધેલ લોન પાક નિષ્ફળ જતા ચુકવવામાં વિલંબ થતા બેંકના વસુલાત અધિકારીઓની સતત ઉઘરાણીના લીધે ત્રાસી જતા ખેડૂતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો ખેડૂતે વસુલાત અધિકારીઓએ આત્મહત્યા કરવા મજબુર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપ સરકાર એક બાજુ ખેડુતો ની આવક બમણી કરવાની ગૂલબાંગો પોકારે છે,પાક વીમા અને સહી દામ આપવાની ટી.વી પર જાહેરાતો આપી ને ભાજપા સરકાર ભલે વાહ વાહી લૂંટી રહી હોય પણ હકીકત લોભામણી અને આભાસી જાહેરાતો થી વિપરીત હોવાની ખેડૂતો અહેસાસ અનુભવી રહ્યા છે.ખેડૂતો માટેની યોજનાઓ માત્ર કાગળો પર જ સારી લાગે છે, હકીકત માં યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તો કદાચ આજે જગત ના તાત ને જીવન ટૂંકાવવાની નોબત ન આવે તેવું ખેડૂતો અહેસાસ અનુભવી રહ્યા છે.
માલપુર તાલુકાના બોરના મુવાડા ગામના કાળાભાઇ મકવાણા (ઉં.વર્ષ-૪૨) નામના ખેડૂતે દેના બેંકમાંથી ૧૧.૨૫ લાખ રૂપિયા ધિરાણ લીધું હતું વરસાદની અનિયમિતતા પછી કમોસમી વરસાદના પગલે ખેતી તદ્દન નિષ્ફળ રહેતા ખેડૂત નિયતમર્યાદા માં લોનના હપ્તાની અને લોનની ચુકવણી કરી ના શકતા બેન્કના વસુલાત અધિકારીઓએ લોન ભરવા સતત દબાણ કરતા અને માનસિક ત્રાસ અપાતા ખેડૂત માનસિક રીતે તૂટી જતા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવારજનોની સમય સૂચકતાના પગલે તડાફડીયા મારતા ખેડૂતને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો ખેડૂતને સમયસર સારવાર મળી જતા આબાદ બચાવ થયો હતો ખેડૂતે બેંકના અધિકારીઓએ આપેલા અસહ્ય માનસિક ત્રાસના પગલે આત્મહત્યા કરવા મજબુર બન્યો હોવાનો આક્ષેપ કરતા બેંકમાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા ખેડૂતના પરિવારજનોએ માલપુર પોલીસને જાણ કરી હોવાનું જણાવ્યું હતું.