દેપસોંપમાં લાંબા સમયથી ભારતીય જવાનોને પ્રવેશ નહીં
લદ્દાખ: લદ્દાખ મોરચે ગલવાન ખીણ અને પેંગોંગ લેક વિસ્તારમાં ભારત અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પછી ભારતીય સેનાના જવાનો એ વિસ્તારમાં જઈ શકતા નથી એ વાત સાચી છે પણ દેપસોંગમાં તો છેલ્લા કેટલાય સમયથી ભારતીય જવાનોને પ્રવેશ અપાતો નથી. આ પ્રદેશ પણ ભારતીય ભૂમિમાં પડે છે પણ ભારતીય સેનાને જ પ્રવેશ નથી.
સુરક્ષાની બાબતો સાથે સંકળાયેલા જાણકારોના કહેવા પ્રમાણે દેપસોંગમાં ભારતે પોતાની જમીન નથી ગુમાવી પણ ભારતીય સેના પોતાના જ વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી પગ મૂકી શકી નથી. આ અધિકારીના કહેવા પ્રમાણે દેપસોંગ પ્લેન્સ વિસ્તારમાં ચીને પોતાની બે બ્રિગેડ તૈનાત કરેલી છે. જેના કારણે ભારત દ્વારા પરંપરાગત રીતે પેટ્રોલ પોઈન્ટ ૧૦ થી ૧૩ સુધીના વિસ્તારમાં જે પેટ્રોલિંગ થતું હતું તે અટકી ગયું છે.
ભારત માટે આ વિસ્તાર બહુ મહત્વનો છે. કારણકે, અહીંથી પૂર્વમાં કારાકોરમ પાસ નજીક ભારતનુ વ્યૂહાત્મક રીતે મહત્વનુ સ્થળ દૌલત બેગ ઓલ્ડી માત્ર ૩૦ કિલોમીટર દૂર છે. લદ્દાખના પહાડી વિસ્તારમાં આ જ વિસ્તાર એવો છે જ્યાં જમીન બિલકુલ સમતળ છે.એટલે જ તેને દેપસોંગ પ્લેન્સ કહેવામાં આવે છે.
નજીકમાં જ ભારતીય સેનાનુ આર્મી બેઝ હોવા છતા ભારત ડેપસોંગ પ્લેન્સના કેટલાક હિસ્સા પર ૧૫ વર્ષથી જઈ શકતું નથી. આ વિસ્તાર લગભગ ૯૭૨ સ્કેવર કિલોમીટર જેટલો થાય છે. હવે ભારતના સૈનિકોને ચીની સેના પેટ્રોલ પોઈન્ટ ૧૦ થી ૧૩ સુધી જતાં રોકે છે.