દેબિના બેનર્જી લગ્નના ૧૦ વર્ષ બાદ પ્રેગ્નેન્ટ છે
મુંબઈ, મનોરંજન જગતમાં એક પછી એક સિતારા ગુડ ન્યૂઝ સંભળાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સિંગર આદિત્ય નારાયણ અને પત્ની શ્વેતા અગ્રવાલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ સિવાય ભારતી સિંહ, એક્ટ્રેસ ક્રિતિકા સેંગર, પણ પ્રેગ્નેન્ટ છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ જાેડી છે ટીવીના રામ-સીતાની મતલબ કે, એક્ટર ગુરમીત ચૌધરી અને પત્ની દેબિના બેનર્જીની.
રામાયણમાં રામ અને સીતાનો રોલ કરીને અપાર પોપ્યુલારિટી મેળવનારું આ કપલ હવે પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે. ગુરમીત અને દેબિનાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને ફેન્સ અને દુનિયા સાથે આ ગુડ ન્યૂઝ વહેંચ્યા છે. ગુરમીતે દેબિના સાથેની એક તસવીર શેર કરી છે. બ્લેક ડ્રેસમાં દેબિના બેનર્જીનો બેબી બંપ સ્પષ્ટ જાેઈ શકાય છે. ગુરમીતે આ ફોટો શેર કરતાં લખ્યું, ત્રણ બનવા જઈ રહ્યા છીએ.
ચૌધરી જૂનિયર આવી રહ્યું છે. તમારા આશીર્વાદની જરૂર છે. ગુરમીત અને દેબિનાએ આ ન્યૂઝ શેર કરતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઝ કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. કરણ મહેરા, હર્ષ લિંબાચિયા, હંસિકા મોટવાની, માહી વિજ, મૌની રોય, સિદ્ધાંત કપૂર, વિકાસ કાલંતરી, તુલસી કુમાર, નિશા રાવલ વગેરે જેવા સેલેબ્સે કોમેન્ટ કરીને ટુ-બી પેરેન્ટ્સને શુભેચ્છાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે, દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીની મુલાકાત એક ટેલેન્ટ હંટ કોન્ટેસ્ટમાં થઈ હતી. એ વખતે તેઓ મિત્રો બન્યા હતા. બાદમાં ‘રામાયણ’માં રામ-સીતાનો રોલ કરતી વખતે તેમને અહેસાસ થયો કે તેઓ એકબીજાના પ્રેમમાં છે. જે પછી તેમણે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા.
ગુરમીત અને દેબિનાના લગ્નને ૧૦ વર્ષ કરતાં વધુ સમય થયો છે. ગત મહિને દેબિનાએ અમારા સહયોગી ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમના સફળ લગ્નજીવનનું રહસ્ય જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું, “અમારી વચ્ચે રોમાન્સ જળવાઈ રહે તે માટે અમે કોઈ પ્લાનિંગ નથી કરતાં. અમારું બોન્ડ એટલું મજબૂત છે કે અમારો સંબંધ એની મેળે જ ચાલતો રહે છે.
અમારી વચ્ચે પ્રામાણિકતા છે અને અમે પોતાના વિચારો એકબીજા પર થોપતાં નથી. આવી નાની-નાની વાતો જ પ્રેમ અને માન જાળવવામાં મદદ કરે છે. હું અને ગુરમીત એકબીજા સાથે ખૂબ સહજ અને સુરક્ષિત અનુભવીએ છીએ. એટલે જ તે બધી વાતો મને કહે છે અને હું તેને કહું છું.SSS