દેબીના-ગુરમીત ફરીથી મમ્મી-પપ્પા બનવાના છે

ચાર મહિના પહેલા જ દીકરીનો થયો છે જન્મ
ઈન્સ્ટાગ્રામ પર પરિવારના ત્રણેય સભ્યોની તસવીર શેર કરીને મોમ-ટુ-બીએ આવનારા બાળક માટે ખુશી વ્યક્ત કરી છે
મુંબઈ,કહેવાય છે ને કે, ભગવાન જ્યારે તમે ખુશીઓ આપે ત્યારે ચારે તરફથી આપે છે. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી જેઓ લગ્નના ૧૦ વર્ષ બાદ હાલમાં જ દીકરી લિયાનાના માતા-પિતા બન્યા છે તેમના ઘરેથી ફરીથી ખૂબ જ જલ્દી પારણું બંધાવા જઈ રહ્યું છે. વાત એમ છે કે, લિયાનાના જન્મના ચાર મહિના બાદ દેબીના ફરીથી પ્રેગ્નેન્ટ છે અને આ ગુડન્યૂઝ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સુંદર પોસ્ટ દ્વારા આપ્યા છે.
દેબીનાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ ગુરમીત અને દીકરી સાથેની તસવીર શેર કરી છે. જેમાં તેના હાથમાં કપલના આવનારા બાળકની સોનોગ્રાફીની તસવીરો છે. ત્રણેયે વ્હાઈટ આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે. એક્ટ્રેસે વ્હાઈટ કલરનું પ્રિન્ટેડ ફ્રોક પહેર્યું છે તો ગુરમીતે વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે, બંને એકબીજા સામે જાેઈ રહ્યા છે જ્યારે નાનકડી લિયાના જે વ્હાઈટ હેરબેન્ડમાં ક્યૂટ લાગી રહી છે તેનું ધ્યાન કેમેરા તરફ છે.
View this post on Instagram
દેબીના બેનર્જીએ તસવીરની સાથે લખ્યું છે ‘કેટલાક ર્નિણયો દૈવીય સમય પર થાય છે અને કંઈ જ બદલી શકાતું નથી…આ એક એવા આશીર્વાદ છે…જે અમને પૂરા કરવા માટે જલ્દી આવી રહ્યા છે #babyno2 #mommieagain #ontheway #pregnancydiaries #daddyagain #gurmeªchoudhary #debinabonnerjee’. કોમેન્ટ સેક્શનમાં દંપતી પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. તન્વી ઠક્કરે લખ્યું છે ‘ઓએમજી અભિનંદન’, તો તસનીમ નેરુરકરે લખ્યું છે ‘આ અદ્દભુત સમાચાર છે’. આ સિવાય પ્રિયંકા વિકાસ કાલાંત્રી, માહી વિજ, ટીના દત્તા, રશ્મિ દેસાઈ તેમજ યુવિકા ચૌધરી સહિતના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સે ખુશી વ્યક્ત કરી છે.
રામાયણની એક્ટ્રેસે હાલમાં જ તેના પહેલા બાળક દરમિયાન જે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ખુલાસો કર્યો હતો. બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા તેને મા બનવાની ઈચ્છા થઈ હતી. ‘મા બનવાની લડાઈ પાંચ વર્ષ ચાલી.
પ્રક્રિયા દરમિયાન હું પાંચ વખત નિષ્ફળ ગઈ હતી, જેમાં ત્રણ આઈયુઆઈ અને બે આઈવીએફનો સમાવેશ થાય છે. મેં એક્સુપંક્ચર અને ફ્લાવર થેરાપી જેવી વૈકલ્પિક થેરાપીનો પણ ઉપયોગ કર્યો હતો. હું દરેક વખતે રડતી હતી કારણે નિષ્ફળતા માટે પોતાને જવાબદાર ગણતી હતી’.ss1