Western Times News

Gujarati News

દેર આયે દુરસ્ત આયે : આખરે LRD મુદ્દે સરકારનો પરિપત્ર રદ કરવા અલ્પેશની ઠાકોર સેનાનું સમર્થન, એકતા મંચના હેઠળ આવેદનપત્ર  

  એલઆરડી પરીક્ષા ભરતી વિવાદમાં હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી-એસસી-એસટી એકતા મંચે ઝંપલાવ્યું છે એલઆરડી પરીક્ષા ભરતી વિવાદમાં હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી-એસસી-એસટી એક્તા મંચે ઝંપલાવ્યું છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચના નેજા હેઠળ   ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ ઠાકોર સેનાએ સરકારના પ્રતિનિધિઓને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગ કરી હતી

ઓબીસી,એસસી,એસટી એકતા મંચ અને અરવલ્લી  ક્ષત્રિય ઠાકોર સેનાના સંજયસિંહ ઠાકોર અને તેમની ટીમે    અરવલ્લી જીલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્ય સરકારના ૨૦૧૮ ના  પરિપત્રને રદ કરવા માંગ કરી છે.

ક્ષત્રિય ઠાકોર સેનાના અને ઓબીસી,એસસી,એસટી એકતા મંચના હોદ્દેદારોએ સરકાર પર  આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં આજે પણ ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી. વર્ગના શિક્ષિત યુવાનોને સરકારી નોકરીથી વંચિત રાખવામાં આવે છે. આજ કારણે હવે ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી.એકતા મંચ દ્વારા આજથી ચળવળ ના મંડાણ શરૂ કર્યા છે. ગરીબ અને પછાત વર્ગના હક અને અધિકાર માટે આ ચળવળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર અને  ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી.એકતા મંચના હોદ્દેદારોએ ધારાસભ્યો તથા સાંસદ સભ્યો પાસેથી અનામત મુદ્દે આપ સમર્થન આપો છો કે કેમ? તે અંગે લેખિતમાં જવાબ માંગવામાં આવશે. જે ધારાસભ્ય તથા સાંસદ સભ્ય આ અમાનત મુદ્દે વિરોધ કરશે તો નિવાસ સ્થાને વિરોધ કરવામાં આવશે. ઉપરાંત તેમના નિવાસ સ્થાન નો ઘેરાવ કરવામાં આવશે. ગુજરાત સરકાર પણ તાકીદે અમાનતના લાભાર્થીને અનામતનો યોગ્ય લાભ મળે તે માટે સત્વરે પગલાં લે અને આ મુદ્દે નિર્ણય કરે પરિપત્ર રદ કરેની માંગ નહિ સ્વીકારે તો ઓ.બી.સી.,એસ.સી.,એસ.ટી. એકતા મંચના આગામી તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો યોજવામાં આવશે.

હાલ પ્રથમ તબક્કામાં ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાતના તમામ તાલુકામાં આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે  આવેદનપત્ર આપ્યા પછી પણ સરકાર પરિપત્ર રદ નહી કરે તો ઉગ્ર આંદોલન માટેની રણનીતિ બનાવવામાં આવી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.