દેવગઢબારિયાના ઉધાવળા ગામે ઝઘડામાં છોડાવવા જતાં એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો
ઘર આગળ ચાલતા ઝઘડામાં છોડાવવા જતાં યુવકને મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર
(મઝહર અલી મકરાણી દેવગઢ બારીયા) દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ ઉધાવળા ગામે કૌટુંબિક ભાઈના ઝઘડામાં છોડાવતા ૧૯ વર્ષીય યુવકનું પાળીયાદ જેવા હથિયારથી ઘાઘરી કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૩૧ માર્ચ ના રોજ દેવગઢબારિયા તાલુકાના ઉધાવળા ગામના મોટા ફળિયામાં રહેતા પટેલ વિજય ચંદ્રસિંહ સાંજના સમયે પોતાના પરિવાર સાથે ઘર રીપેરીંગનું કામ કરતો હતો તે વખતે સાંજના ૬ વાગ્યાના અરસામાં તેના ભાઈ પીન્ટુ એ જણાવેલ કે પટેલ હિતેશ બળવંતનો ફોન આવેલો અને જણાવેલ કે હું મારા મામાના ઘરે ડુખળી ગામે ગયેલો અને જ્યાંથી પરત આવતા મોહનસિંગ બારીયાના ઘર આગળ આવતા મોહનસિંગ બારીયાએ હિતેશને ઉભો રાખી જણાવેલ કે તુ અમારા ઘર આગળ હોર્ન કેમ વગાડે છે તેમ કહેતા હતા
તે દરમિયાન બારીઆ રમેશ મોહનભાઈ મોટી ખજુરી ગામનો અજય સરદાર મુંડેલ તથા ઝાબિઆ ગામનો પ્રવીણ રમેશ બારીયા પણ હાજર હતા અને આ તમામ લોકે હિતેશ પટેલને છુટ્ટા પથ્થરો મારતા હિતેશને ડાબા હાથે અને જમણી આંખની બાજુમાં પથ્થર વાગતા હિતેશ પોતાની મોટરસાયકલ ત્યાં મૂકી ભાગવા લાગે છે તે વખતે પ્રવીણ અને સંજય હિતેશની પાછળ તેને પકડવા દોડતા તે પકડાયો નહીં અને ભાગી ગયેલ
ત્યારે તે તેના કૌટુંબિક ભાઇ પીન્ટુ ચંદ્રસિંહ પટેલને આ બનાવ અંગે જાણ કરતા પીન્ટુ ચંદ્રસિંહ પટેલ તેમજ તેનો ભાઈ વિજય ચંદ્રસિંહ પટેલ બંને જણા ઘરેથી જ્યાં ઝઘડો થતો હતો તે તરફ ગયેલા ત્યારે વિજય દોડી ને આગળ ત્યાં પહોંચી જતા પ્રવીણ રમેશ બારીયા એ વિજય ને પકડી લીધેલ અને તું હિતેશને છોડાવવા કેમ આવ્યો છે તેમ કહી અજય સરદાર મુંડેલે તેના હાથમાંનું પાળિયા જેવું હથિયાર વિજયના માથાના ભાગે તેમજ ગળાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી ત્યારે પીન્ટુ ત્યાં પહોંચી જતા આ ચારેય જણ ત્યાંથી નાસી ગયેલ અને વિજય જમીન ઉપર લોહીથી લથપથ હાલતમાં પડેલો હતો
ત્યારે હિતેશ પટેલે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સને આવવામાં વાર લાગે તેમ હોય જેથી હિતેશ પટેલ અને હરેશ રમેશ પટેલ બંને જણા વિજયને મોટરસાઈકલ ઉપર બેસાડી સારવારથી દેવગઢબારિયા સરકારી દવાખાનામાં લઈ ગયેલ જ્યાં હાજર તબીબે વિજયને મૃત જાહેર કરતા મરણ થયેલ વિજયના ભાઈ પિન્ટુ ચંદ્રસિંહ પટેલ મોહન જેશિંગ બારીયા , રમેશ મોહન બારીયા મોટીખજુરી ગામનો અજય સરદાર મુડેલ તેમજ ઝાબીયા ગામનો પ્રવીણ રમેશ બારીયા વિરુદ્ધ વિજય પટેલની હત્યા અંગેનો ગુન્હો નોધવતા પોલીસે આ ચારેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરતા મોટીખજુરી ગામનો અજય સરદાર મૂંડેલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.