દેવગઢબારિયામાં રાહદારીઓ અને વાહન ચાલકો ખાડાઓથી પરેશાન

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) પંચમહાલ જિલ્લાનું જ્યારે વિભાજન થયું ન હતું અને દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ન હતો તે સમયે પંચમહાલનું પેરિસ મનાતા દેવગઢબારિયા નગરના રસ્તાઓની દુર્દશા શાસકોની ઘોર બેદરકારીને કારણે થવા પામી છે.
આ વિસ્તારમાં ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિએ પોતે રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું હોવા છતાં કમનસીબે પંચમહાલના પેરિસગણાતા દેવગઢબારિયા નગરને તેનો ઝાઝો લાભ મળ્યો ન હોવાનો નગરવાસીઓને વસવસો રહી ગયો છે.
દેવગઢબારિયા નગરના રસ્તાઓની વાત કરીએ તો દેવગઢબારીયાનો નગરનીી મધ્યમાં થઈ પસાર થતો છોટાઉદેપુર સ્ટેેટ હાઈવે રસ્તો ચોવીસ કલાક ભારે વાહનોની અવર જવર વ્યસ્ત રહેતો રોડ છે. આ સ્ટેેટ હાઈવે રોડ ખરેખર મજબૂત હોવો જાેઈએ કારણકે આ રોડ પરથી પોલીસ તેમજ ખાણ ખનીજ તંત્રની મહેરબાનીથી ૨૪ કલાક ઓવરલોડ રેતી ભરેલા વાહનો દોડતા રહે છે.
પરંતુ હાલ આ સ્ટેેટ હાઈવે રસ્તો બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ તકલાદી મટીરીયલને કારણે તદ્દન બિસ્માર બની ભ્રષ્ટાચારની ચાડી ખાતો નજરે પડી રહ્યો છે. નગરના કલેવર બદલવાની ગુલબાંગો પોકારે નારા હાલના નગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક નેેતા રોડના કલેવર બદલે તોય ઘણું છે.
આ અત્યંત બિસ્માર રોડના કારણે નગરજનોમાં મોટી દુર્ઘટનાનો વય વધવા પામ્યો છે રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ નલસે જલ સહિતની વિવિધ યોજનાઓના ખાતમુરત તેમજ લોકાર્પણ માટે સંત્રી અને મંત્રીની ફોજ ઉતારી દેવામાં આવી છેે.
ત્યારે આ રસ્તાના નવીનીકરણની યોજના બનાવી તેને અમલમાં મૂકવામાં આવે તો નગરજનો પર તંત્રનો ખૂબ મોટો ઉપકાર ગણાશે દેવગઢબારિયા નગરનો છોટાઉદેપુર રોડ નગરજનોના હિત માટે વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી નગરજનોની લાગણી અને માંગણી છે ત્યારે આ માગણી ક્યારે પૂર્ણ થશે તે તો આવનાર સમય જ બતાવશે ! ! !