દેવગઢબારીઆ નગરપાલિકામાં આવેલ શહેરી આજીવિકા કેન્દ્ર પર હેલ્થ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે આવેલ શહેરી આજીવિકા કેન્દ્ર પર હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દેવગઢબારીઆ શહેરી વિસ્તારના નગરજનો તેમજ સ્વસહાય જૂથની બહેનો, નગરપાલિકા સફાઈકામદાર, તેમજ અન્ય તબીબી લાભાર્થીઓ તેનો લાભ લેવા આવેલ જે તમામ કામગીરીનું આયોજન શહેરી આજીવિકા કેન્દ્રના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ કે રાઠોડ , ક્લાર્ક કિરીટભાઈ મિનામાં, મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવા, સી.એલ.સી મેનેજર પ્રણાલી માળીએ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ખુબ સારો સાથ સહકાર આપવામાં આવીયો જેમાં હાજર રહેલ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડા. હાર્દિક પી વ્યાસ , મેડિકલ ઓફિસર પી.એચ.સી કુવા બૈણા ડા. નિધિબેન સોલંકી, મેડિકલ ઓફિસર પી.એચ.સી ભુવાલ ડા. કિંજલબેન કોળી, ફામાસિસ્ટ પી.એચ.સી કુવા બૈણા મોસીન મન્સૂરી, અર્બન હેલ્થ સેન્ટર મહેશભાઈ રાઠવા, કલ્પનાબેન સુતરીયા, દક્ષાબેન સંગાડા, ડેટા ઓપરેટર અર્બન હેલ્થ સેન્ટર સમીમબેન મીઠાંભાઈ, માઁ કાર્ડ ઓપરેટર અમિતભાઈ નાઘોરા આમ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફના સહકારથી શહેરી આજીવિકા કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ હેલ્થ કેમ્પ ખુબ સફળ આયોજન કરી નગરજનોએ માઁ વાત્સલ્ય કાર્ડ મેળવેલ ટી.બી.જન્ય રોગ, રક્તપીત, રસીકરણ, સહગર્ભાની તપાસ, અન્ય સામાન્ય બીમારીનું નિદાન કરવામાં આવ્યુ હતું.જે બદલ શહેરી આજીવિકા કેન્દ્રના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ કે રાઠોડ દ્વારા આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરતા ટૂંક જ સમયમાં દેવગઢબારીઆ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ વાઈઝ હેલ્થ કેમ્પ કરવામાં આવેશે જેની માહિતી નગરજનોને કરવામાં આવશે તેમ કહ્યું હતું.*