દેવગઢબારીયા કોર્ટના જજ સહિત વકીલ મંડળે રાશનની કીટનું વિતરણ કરાયું
લોકડાઉનને લઇ દેવગઢબારીયા કોર્ટના જજ સહિત કોર્ટ સ્ટાફ અને વકીલ મંડળ દ્વારા કીટ વિતરણ-લોકડાઉનને લઇ તાલુકાના અલગ-અલગ ગામોમાં કીટનું વિતરણ
કોરોના વાઈરસને લઇ દેશમાં મહામારી ઊભી થવા પામી છે. જેને લઇ સરકાર દ્વારા ૨૧ દિવસના લોકડાઉન જાહેર કરતા શ્રમિક પરિવારોને અનેક સમસ્યા ઊભી થવા પામી છે. ત્યારે આ પરિવારોના વ્હારે અનેક લોકો આવ્યા છે. ત્યારે હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં કેટલાક શ્રમિક પરિવારોની હાલત કફોડી બનવા પામી છે ત્યારે આવા પરિવારોને ધ્યાનમાં રાખી દેવગઢબારિયા કોર્ટ ના જજ શ્રી એ.જે.વાસુ તેમજ કોર્ટ સ્ટાફ સહિત વકીલ મંડળ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં શ્રમિક પરિવારો અને વાલ્મિકી પરિવારોના ઘરે જઈ જેમને કોઈપણ પ્રકારની સહાય નથી મળી તેવા પરિવારોમાં ૧૦૦ જેટલી જીવન જરૂરીયાતની કીટ બનાવી મેદ્રા, કૂવા,સાગટાલા,નાનીમાંગોઈ જેવા અનેક ગામોમાં જઈ ને વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે જજ એ.જે વાસુ દ્વારા લોકોને કોરોનો અંગે કેવી રીતે તકેદારી રાખવી તે અંગે લોકોને સમજ આપી હતી. (તસવીર. મઝહર અલી મકરાણી, દેવગઢ બારિયા)