દેવગઢ બારિયામાં નગર સહિત તાલુકામાં સ્વયંભુ જનતા કર્ફયુ
નગરમાં નગર જનો એ સ્વયંભુ બંધ પાળ્યોઃ ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ લગ્ન પ્રસંગ સમય કરતા વેહલો પતાવ્યો
(પ્રતિનિધિ) દેવગઢબારીયા, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના સંક્રમણને રોકવા માટે સ્વયંભૂ જનતા કરફ્યુનાં આહ્વાનને નગર જનો સહિત ગ્રામજનો એ પ્રંચડ જનસંમર્થન. શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સજ્જડ જનતા કરફ્યુનું પાલન કરવામાં આવ્યું જનતાએ પોતાના નાગરિક ધર્મનું પાલન કરી દેશને કોરો નો મુક્ત કરવા માટે જાણે ખભે ખભા મિલાવ્યા હોય તેમ દેખાઈ આવ્યું.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સ્વયંભૂ જનતા કરફ્યુનાં આહ્વાનને લઇ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રંચડ જનસંમર્થન મળ્યું હતું. નગરના બસ સ્ટેન્ડ વિસ્તાર સમડી સર્કલ ,બજાર શેરી, કન્યાશાળા રોડ, ટાવર રોડ, સ્ટેશન શેરી, સંચાગલી,સુથારવાડા, ધાનપુર રોડ જેવા વિસ્તારો રોજ ધન ધની ઉઠે છે ત્યારે આજે તો જાણે કરફ્યુ લાદવામાં આવ્યું હોય તેમ સો પ્રથમવાર નગર સૂમસામ બન્યું તે જોઈને લાગી રહ્યું છેકે નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સજ્જડ જનતા કરફ્યુનું પાલન કરવામાં આવ્યું હોઈ તેમ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારના જે સામાજિક પ્રસંગ હતા તે પણ બંધ રાખ્યા હોવાનું તેમજ તાલુકાના કેટલાક ગામોમાં આજે લગ્ન હતા તે પણ શનિવાર ની રાત્રીના કરી દેવાયા હતા ત્યારે આ જોતા લોકો ખરેખર આ ખભે ખભા મિલાવી સ્વયંભૂ જ હોમ કોરોન્ટાઇલ રહી કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવામાં પોતાનો સહયોગ આપ્યો છે. આમ દેવગઢ બારીઆ નગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જનતા કરફ્યુ ને લોકોએ સ્વયંભૂ બંધ પાળી દેશના પ્રધાનમંત્રીના આહવાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.*