દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકે કાનુની શિબિરનો કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ સાગટાળા ગામે આવેલ પોલીસ મથકમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આનંદની સંસ્થા સાથે કાનુની શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવગઢબારિયા નામદાર કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ (લીગલ એડ કમિટીના ચેરમેન શ્રી જે.એસ.વાસુ ) તથા લીગલ એડના સભ્યો તેમજ આનંદી સંસ્થાના કર્મચારીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકો આ કાનૂની શિબિરમાં હાજર રહ્યા હતા.
જેમાં હાજર રહેલા વકીલો દ્વારા ઘરેલુ હિંસાના તેમજ ભરણ પોષણના કાયદા વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ કાયદાકીય જાગૃત થઈ બાળલગ્ન અટકાવવા તેમજ સમાજમાં ચાલતા કુરિવાજો જેવાકે દહેજ પ્રથા તથા અંધશ્રદ્ધા ખેડૂતો રહેવા તેમજ વ્યસનથી દૂર રહેવા માટેની વિશેષ સુચના આપવામાં આવેલ હતી. ત્યારે નામદાર કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી જે.એસ.વાસુ દ્વારા પોક્સો એક્ટના કાયદા વિશે તેમજ દીકરીઓનું પાલન પોષણ કરવા બાબતે માં બાપની ફરજ વિશે જાગૃતતા લાવવા બાબતે વિશેષ કાયદાકીય વક્તવ્ય આપવામાં આવેલ હતું. આ શિબિરમાં આસપાસના ગામોમાંથી આવેલ હાજર લોકોએ આ કાનૂની શિબિરમાંથી અનેક કાયદાકીય જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું.
ત્યારે જો આવી રીતના કાનુની શિબિરનું કાર્યક્રમ અવાર નવાર રાખવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોને ખરેખર કાયદા વિશે જાણકારી મળે અને નવા સુધારેલા સુધારેલા કાયદાની પણ સાચી સમજ મળે તેઓ શિબિરમાં ઉપસ્થિત લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામે કાનૂની શિબિર યોજાવામાં આવી હતી. મઝહર અલી મકરાણી