દેવભૂમિ દ્વારકાના સલાયામાં બે માસુમ બહેનોના મૃત્યુ સાપે દંશ માર્યાની આશંકા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં એક પરિવારની બે બહેનોના ૧૨ કલાકના અંતરે મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. બન્ને બહેનોના શરીરનો રંગ લીલો પડી ગયો હતો. બે દિવસ પૂર્વે સતાર પરિવારની બન્ને બહેનો નિંદ્રાધીન અવસ્થામાં હતી એ સમયે બન્નેને ઝેરી સાપે દંશ માર્યો હોવાની આશંકા છે. જાેકે પીએમ રિપોર્ટ બાદ જ બન્નેના મોતનું કારણ જાણી શકાશે.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા સાજીદ અબ્દુલ સત્તાર એક વેપારી છે. તેમની બન્ને દીકરીઓના છેલ્લા ૧૨ કલાકમાં મોત નીપજતાં પરિવાર શોકનો માહોલ છે. સાપે દંશ માર્યો હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. બન્ને બહેનોને સાપ કરડ્યો હોવાની હોવાના પ્રાથમિક અનુમાન સાથે મૃતદેહોને પીએમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા ખાતે રહેતા સાજીદ અબ્દુલ સતારની ૧૪ વર્ષીય પુત્રી સબીહાં અને ૯ વર્ષીય પુત્રી ઇન્શા ગત તા. ૨૮ મીના રાત્રે ભોજન લીધા બાદ સુઈ ગઈ હતી. સવાર બંને બહેનોને જગાડવાનો પ્રયાસ કરતા જાગી ન હતી. જેને લઈને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ૧૨ કલાકના અંતરે બંને બહેનોના મૃત્યુ નીપજયા હતા આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુાકના લામધાર ગામમાં સર્પ કરડવાના કારણે બે માસૂમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ બન્યો હતો. રાત્રિના સમયે ઊંઘી રહેલી બે માસૂમ બહેનોને સર્પે ડંખ મારતા સવારના સમયે બંને બહેનોની તબીયત લથડી હતી. પરિવારજનો બંને બહેનોને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોકટરે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. માસુમ દીકરીઓના અકાળે અવસાન થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.