દેવભૂમિ દ્વારકામાં NDRF ની ટીમો તૈનાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જીલાલ વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. દરીયાઇ વિસ્તારમાં આવેલા જિલ્લાના દ્વારકા તાલુકાના ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
એનડીઆરએફ ની ર ટીમ દ્વારકામાં અને ૧ ટીમ ઓખા તથા એસડીઆરએફની ૧ ટીમ લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરાઇ છે. પાવર રીસ્ટોર માટે પીજીવીસીએલ તથા જેટકો ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્તારોના ગામોમાં આવેલા સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો ભરવામાં આવ્યો છે.
દ્વારકા ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેનો નંબર ૦૨૮૯૨ ૨૩૪૫૪૧ અને મોબાઇલ -૮૫૧૧૮૭૨૩૫૦ છે.