Western Times News

Gujarati News

દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાશે

સાંજે ચાર કલાકે હાથી ગેટ ખાતે શોભાયાત્રા નું સ્વાગત કરાશે -શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભવ્ય મલ્ટીમીડિયા શો રહેશે આકર્ષણનું કેન્દ્ર

ઉત્તરપૂર્વી સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડતો મેળો એટલે માધવપુરનો મેળો. ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે  ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી નું ભવ્ય સ્વાગત સત્કાર કરવાનુ  સૌપ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલ તા.૦૩ એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર કાર્યક્રમનું આયોજન સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ઉપક્રમે આયોજિત થનાર છે.

જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, આસામ રાજ્યના મુખ્યમંત્રીશ્રી હેમંતા બિશ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમાં ખાંડુ તેમજ કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી મીનાક્ષી લેખી તેમજ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ઊપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં સાંજના ૦૪ કલાકે હાથી ગેટ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મંદિર ચોક, રુક્ષ્મણી મંદિર અને રસ્તામાં આવતા રૂટ પર નીકળનાર શોભાયાત્રા નું પણ સ્વાગત કરાશે સૌપ્રથમ હર્ષદ ખાતે પણ બપોરે ગ્રામજનો દ્વારા સ્વાગત કરાશે. સાંજે ૦૬ કલાકેથી સર્કિટ હાઉસ, દ્વારકા પાછળના ગ્રાઉન્ડ ખાતે મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

દ્વારકા ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવો ઉપરાંત ભક્તો તેમજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ બનાવી આ કાર્યક્રમ સુંદર રીતે યોજાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.