દેવાની જાળમાં વિશ્વ, ચીનના માથે સૌથી વધુ, પાક. કંગાળ
નવી દિલ્હી, કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ કારણે એક બાજુ કમાણીમાં ભારે ઘટાડો થયો છે અને બીજી બાજુ હેલ્થ ઈન્ફ્રાને મજબૂત બનાવવા માટેના ખર્ચામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ કારણે સરકારો પર એક્સટર્નલ ડેબ્ટ (બાહ્ય દેવું) વધી ગયું છે.
ભારત અને પાડોશી દેશોની સરખામણી કરીએ તો ચીન સૌથી વધારે દેવામાં છે જ્યારે બાંગ્લાદેશ ઉપર સૌથી ઓછી ઉધારી છે. પહેલેથી જ બિસ્માર હાલતમાં રહેલા પાકિસ્તાન પરના દેવાએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના આંકડાઓ પ્રમાણે વર્તમાન ઈમરાન ખાન સરકારના કાર્યકાળમાં ૨૦.૭ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાની નવી લોન લેવામાં આવી છે. આ કારણે પાકિસ્તાનનું કુલ બાહ્ય દેવું વધીને પહેલી વખત ૫૦.૫ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના સ્તરને પાર કરી ગયું છે. દેવાની આ રકમ ડોલરમાં આશરે ૨૮૩ અબજ ડોલરની છે. યુનાઈટેડ નેશન્સના વર્લ્ડોમીટરના આંકડાઓ પ્રમાણે પાકિસ્તાનની કુલ જનસંખ્યા હાલ ૨૨,૭૧,૪૧,૫૨૩ છે. આ કારણે પાકિસ્તાનના પ્રત્યેક નાગરિક પર હાલ આશરે ૧૨૩૦.૫૦ ડોલરની ઉધારી છે.
ભારતની વાત કરીએ તો કુલ વસ્તીનો તાજેતરનો આંકડો ૧,૩૯,૯૭,૯૧,૦૬૮ છે. માર્ચ ૨૦૧૨માં સમાપ્ત થયેલા ફાઈનાન્સિયલ યર બાદ ભારત પર કુલ બાહ્ય દેવું ૫૭૦ અબજ ડોલરનું છે. કોરોનાના પ્રકોપ હેઠળના એક ફાઈનાન્સિયલ યર (હ્લરૂ૨૧)માં આ દેવું ૧૧.૬ અબજ ડોલર વધ્યું છે. આમ પ્રત્યેક ભારતીયના માથે ૪૦૭.૧૪ ડોલરનું દેવું બેસે છે.
દેવા મામલે જીડીપીના આકારના હિસાબથી વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનની સ્થિતિ સારી નથી. ચીન ઉપર કુલ બાહ્ય દેવું ૧૩,૦૦૯.૦૩ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે છે. છેલ્લા કેટલાક દશકામાં ચીને આર્થિક રીતે જાેરદાર વિકાસ કર્યો છે પરંતુ આ સાથે જ બાહ્ય દેવું પણ મોટા પાયે વધ્યું છે.
સરકારના અનેક પ્રયત્નો છતાં તે નિયંત્રિત નથી થઈ રહ્યું. વર્લ્ડોમીટરના હિસાબથી ચીન હાલ ૧,૪૪,૭૪,૪૮,૨૨૮ લોકોની વસ્તી સાથે વિશ્વની સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ છે. આ રીતે ચીનના પ્રત્યેક નાગરિકના માથે ૮,૯૭૧.૭૪ ડોલરનું દેવું છે. કુલ દેણાંની સાથે જ માથાદીઠ દેવા મામલે બાંગ્લાદેશની સ્થિતિ પોતાના પાડોશીઓ કરતા સારી છે.
હાલ બાંગ્લાદેશની જનસંખ્યા ૧૬,૬૩,૦૩,૪૯૮ છે જ્યારે કુલ બાહ્ય દેવું ૪૫ અબજ ડોલર છે. કુલ દેવા અને વસ્તીને જાેઈએ તો બાંગ્લાદેશના પ્રત્યેક નાગરિકના માથે માત્ર ૨૬૪.૭૦ ડોલરનું સરેરાશ દેવું છે જે ચીન અને પાકિસ્તાનની સરખામણીએ ખૂબ જ ઓછું છે. એટલે સુધી કે, તે ભારતની સરખામણીએ પણ લગભગ અડધું છે.SSS