દેવામાં ડુબેલા પાકિસ્તાનને ફટકો પડ્યો : બ્લેકલિસ્ટ કરાયું
વોશિગ્ટન : દેવાના સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આજે વધુ એક મોટો ફટકો પડી ગયો છે. આંતરરાષ્ટ્રીય ત્રાસવાદને નાણાંકીય રીતે મદદ કરવા અને ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાના કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઇ છે. ત્રાસવાદને રોકવા માટેની દિશામાં કામ કરનાર સંસ્થા ફાયનાન્ફાસિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને ડાઉનગ્રેડ કરીને બ્લેકલિસ્ટમાં નાંખવાનો નિર્ણય કર્યો છે.
એફએટીએફ દ્વારા ત્રાસવાદીઓના નાણાંકીય મુલ્યાંકન અને મની લોન્ડરિંગને રોકવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ પહેલા આ સંસ્થા દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એફએટીફના એશિયા પ્રશાંત ગ્રુપે વૈશ્વિક મંપદંડને પૂર્ણ ન કરવા બદલ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકવાનો નિર્ણય કર્યો છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને માપદંડો પૈકી ૪૦માંથી ૩૨ને પાળ્યા નથી. આને ધ્યાનમાં લઇને એફએટીએફ દ્વારા પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. બ્લેક લિસ્ટ થઇ ગયા બાદ પાકિસ્તાન હવે દુનિયામાં જુદા જુદા દેશો પાસેથી લોન લેવામાં વધુ મુશ્કેલીનો સામનો કરી શકે છે.
ફાયનાન્ફાસિયલ એક્શન ટાસ્ક ફોર્સે આજે કહ્યુહતુ કે પાકિસ્તાન ટેરર ઉંડિંગ પર પોતાના એક્શન પ્લાનને અમલી કરવામાં નિષ્ફળ છે. ફ્લોરિડા ખાતે તેની બેઠક યોજવામાં આવી હતી. પાકિસ્તાન મે ૨૦૧૯ સુધી પોતાની કાર્યયોજનાને અમલી કરવામાં નિષ્ફળ છે. તમામ લોકો કહે છે કે પાકિસ્તાનને ઓક્ટોબર ૨૦૧૯ સુધી પોતાના એક્શન પ્લાનને પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
બ્લેકલિસ્ટ થયા બાદ હવે પાકિસ્તાનને દુનિયામાં કોઇ દેશથી સહાય મેળવી લેવામાં ભારે તકલીફ પડશે. ફ્લોરિડાના ઓરલેન્ડોમાં આયોજિત કરવામાં આવેલી બેઠકના અંતે એક નિવેદન જારી કરીને એફએટીએફ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા કરવામાં આવ્યુ છે કે પાકિસ્તાને જાન્યુઆરીની મહેતલને પૂર્ણ કરવામાં નિષ્ફળ છે. પોતાના એક્શન પ્લાનને પૂર્ણ કરવામાં નિષ્ફળ છે.
બલ્કે પાકિસ્તાન મે ૨૦૧૯ સુધી પણ પોતાની કાર્યયોજનાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યુ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પગલાથી બચવા માટે પાકિસ્તાને ગયા વર્ષે જુન મહિનામાં એફએટીએફને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ વ્યવસ્થાને રોકવા માટે મજબુત વ્યવસ્થા પર કામ કરવાનુવચન આપ્યુ હતુ. એ વખતે તેમની વચ્ચે નક્કી કરવામાં આવેલી ચોક્કસ સમય મર્યાદમાં ૧૦ પોઇન્ટના એક્શન પ્લાન પર કામ કરવા માટે સહમતિ થઇ હતી.
એક્શન પ્લાનમાં જમાત ઉદ દાવા, ફ્લાહી ઇન્સાનિયત, લશ્કરે તોયબા અને જેશ એ મોહમ્મદ, હક્કાની નેટવર્ક તેમજ અફઘાનિસ્તાન તાલિબાન જેવા ત્રાસવાદી સંગઠનોના ફંડિગ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. એફએટીફ તરફથી બ્લેકલિસ્ટ કરવાનો અર્થ એ છે કે સંબંધિત દેશ મની લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સની સામે જારી જંગમાં સહકાર કરી રહ્યુ નથી. બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા બાદ વર્લ્ડ બેંક અને અન્ય સંસ્થાઓ તરફથી તેને સહાયમાં ભારે મુશ્કેલી થશે. પાકિસ્તાનને હવે વૈશ્વિક સંસ્થાઓ પાસેથી વધુ પ્રમાણમાં નાણાં મેળવવાને લઇને ગુંચવણનો સામનો કરવો પડી શકે છે.