દેવિંદરને ચુપ કરાવવા એનઆઇએને તપાસ સોંપાઇ : રાહુલ ગાંધી
નવીદિલ્હી: જમ્મુ કાશ્મીર પોલીસના એન્ટી હાઇજેકિંગ સેલના ડીએસપી રહેલ દેવિંજરસિંહનો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)ને સોંપવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો છે.રાહુલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર આ ગંભીર મામલામાં લીપાપોતી કરવામાં લાગી છે. રાહુલે એનઆઇએની નિષ્પક્ષતા પર જ સવાલ ઉભા કર્યા છે અને કહ્યું છે કે આ તપાસ એજન્સના પ્રમુખ પણ એક મોદી જ છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે આતંકવાદી ડીએસી દેવિંદરને ચુપ કરાવવાની આ સર્વોત્તમ પધ્ધતિ છે કેસને એનઆઇએના હાથોમાં સોંપવો.તેમણે કહ્યું કે વર્તમાન એનઆઇએ પ્મુખના અધીન આ કેસની તપાસના કંઇ પરિણામ આવશે નહીં રાહુલે કહ્યું કે એનઆઇએના પ્રમુખ પણ બીજ મોદી છે તેમણે જ ગુજરાત તોફાનો અને હરેન પંડયાની હત્યાના મામલાની તપાસ કરી હતી તેમની દેખરેખમાં આ કેસ ખતમ થવા સમાન છે.રાહુલે સવાલ કર્યો કે આખરે ટેરિરિસ્ટ દેવિંદરને કોણ ચુપ કરાવવા ઇચ્છે છે અને કેમ.તેમણે હૈંશટૈગની સાથે લખ્યું આતંકવાદી દેવિંદરને કોણ લોકો ચુપ કરાવવા ઇચ્છે છે અને કેમ,રાહુલ પહેલા પણ દેવિંદર સિંહના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની ચુપકીદી પર સવાલ ઉઠાવી ચુકયા છે.
એ યાદ રહે કે રાહુલ ગાંધીએ હવે એજ એનઆઇએ પર સવાલ ઉઠાવ્યા છે જેની કોંગ્રેસની યુપીએ સરકારે રચના કરી હતી રાહુલ પહેલા છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભુપેશ બધેલ પણ એનઆઇએને ગેરબંધારણીય જાહેર કરી ચુકયા છે.તેમની સરકારે ૧૫ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી એનઆઇએને બિનબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે.છત્તીસગઢ એનઆઇએ એકટ ૨૦૦૮ની બંધારણીયતાને પડકાર આપનાર પહેલો અને એકમાત્ર રાજય છે.