દેવીને ખુશ કરવા માતાએ ૨૪ વર્ષના પુત્રની બલી ચઢાવી
પન્ના: અત્યારે પવિત્ર નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ભક્તો આદ્યશક્તિ દેવીમાની આરાધના કરી રહ્યા છે. દેવીમાને ખુશ કરવા માટે ઉપવાસથી લઈને અલગ અલગ આરાધનાઓ કરી રહ્યા છે. પરંતુ નવરાત્રીમાં દેવીમાને ખુશ કરવા માટે બલી આપવાની કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન એક ઘટના મધ્ય પ્રદેશમાં બની છે. અહીં એક માતાએ દેવીને ખુશ કરવા માટે પોતાના ૨૪ વર્ષના પુત્રની બલી ચઢાવી હતી.
અંધશ્રદ્ધાના પગલે માતાએ પોતાના પુત્રનું કુહાડી વડે ગળું કાપીને ર્નિમમ હત્યા કરી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશના પન્નામાં બનેલી આ ઘટના પગલે મોટી સંખ્યામાં પોલીસ પહોંચી હતી અને લાશનો કબજો લઈનો પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી. અને તપાસ હાથધરી છે. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે પન્નાના એક ગામમાં રહેતી ૫૦ વર્ષીય સુનિયા બાઈ લોધી છેલ્લા ૪-૫ વર્ષથી માતાજી આવતા હતા.
છાસવાર તેમના દ્વારા બલી ચઢાવવાની વાત કહેવામાં આવતી હતી. ગુરુવારે સવારે મહિલાએ આ પ્રકારના ભાવમાં આવીને ઘરમાં ઊંઘી રહેલા ૨૪ વર્ષના પુત્રનું ગળું કુહાડી વડે કાપી દીધું હતું. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ગ્રામમાં રહેતા રામ ભગતના જણાવ્યા પ્રમાણે મહિલાને પાંચ વર્ષથી દેવીનો પવન આવી રહ્યો હતો. તે બલી આપવાની વાત કરતી હતી.
જેના પગલે રાત્રે ઊંઘતા તેના પુત્રની કુહાડી વડે હત્યા કરી દીધી હતી. તે ક્યારેક પોતાને દેવી તો ક્યારેક સંન્યાસી ગણાવતી હતી. પન્નાના ટીઆઈ અરુણ સોનીના જણાવ્યા પ્રમાણે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ દ્રષ્ટીએ મહિલાને દેવીનો ભાવ આવતો હોવાની વાત સામે આવી છે. જેના પગલે તેણે પોતાના પુત્રની કુહાડી વડે હત્યા કરી દીધી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થશે.