Western Times News

Gujarati News

દેવું ચડી જતાં બોબી ૫ કરોડનું સોનું લઈને ભાગ્યો હતો

રાજકોટ, દિવાળી પૂર્વે જ રાજકોટની સોની બજારના વેપારીઓ સાથે છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સોની બજારનો મેન્યુફેક્ચર તેજસ ઉર્ફે બોબી રાણપરા વેપારીઓનું ૧૦ કિલો સોનુ લઇ નાસી છૂટ્યો હોવાનું વેપારીઓએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપીને દેવું થઇ જતાં ગુનો આચાર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ સોની બજારમાં આવેલા નામાંકિત જ્વેલર્સ સહિત નાના-મોટા વેપારીઓનું અંદાજે ૧૦ કિલો જેટલું સોનુ બનાવવા માટે મેન્યુફેક્ચર તેજસ ઉર્ફે બોબી રાણપરા લઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં બધા વેપારીઓ સાથે મળી પોલીસને જાણ કરી હતી.

દિવાળી તહેવાર પૂર્વે વેપારીઓએ દાગીના બનાવવા માટે તેજસ ઉર્ફે બોબીને સોનુ આપ્યું હતું. જે પરત ન મળતા અને બોબીનો સંપર્ક ન થતા વેપારીઓ પોલીસ સમક્ષ રજુઆત કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અસરથી પગલાં લઇ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી તેજસ ઉર્ફે બોબી રાણપરાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી તેજસ ઉર્ફે બોબીને દેવું થઇ જતા અને માસિક ઈસ્ૈં ખર્ચ વધી જતાં સોનુ લઇ નાસી જવા પ્લાન કર્યો હતો. જેમાં તે પોતે અંદાજીત ૧૦ કિલો જેટલું સોનુ જેની કિંમત આશરે ૫ કરોડ ૨૯ લાખ થાય છે જે લઇ નાસી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં પણ અમદાવાદ શહેર ખાતે આ જ પ્રકારે ૨ કિલોગ્રામ સોનાની છેતરપિંડી ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જેમાં જેલમાંથી છૂટ્યા બાદ રાજકોટ આવી સોની કામ કરતો અને બાદમાં દેવું થતા રાજકોટમાં આ જ પ્રકારે અંદાજીત ૧૦ કિલો સોનુ લઇ છેતરપિંડી આચરી હતી.

સોની બજારનો વેપાર કાચી ચીઠ્ઠીઓ ઉપર ચાલતો હોય છે. આ કામનો આરોપી છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં સોનાને લગતો ધંધો કરતો હોય અને લેતીદેતીના વ્યવહારથી સારી રીતે વાકેફ હોવાથી વેપારીઓનો વિશ્વાસ કેળવી બજારમાં પોતાની સારી શાખ ઉભી કરી હતી. આરોપી વેપારીઓ પાસેથી ચોખ્ખુ સોનુ કાચી ચીઠ્ઠીના આધારે મેળવી તેમાં ઓર્ડર મુજબ ફેરફાર કરી ઘરેણા બનાવીને વેપારીઓ પાસેથી લીધેલા ઓર્ડર મુજબનું સોનુ આશરે ૮થી ૧૦ દિવસમાં કામ કરી જમા કરાવવાનું કહી લઇ આવતો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.