દેવું થઈ જતા ગઠીયાએ કાર ભાડે લઇને ગિરવે મૂકી
અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં એક ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાપુનગરના ધવલ બારોટ નામના વ્યક્તિએ અન્ય ધવલ બારોટ ને એક ટ્રાવેલ્સ વેપારી પાસેથી ગાડી ભાડે લેવા મોકલી આ ગાડી ભાડે લીધી હતી. લગ્નમાં જરૂર હોવાનું કહી બે દિવસ આ ગાડી ભાડે લીધી હતી. બાદમાં પરત આપી ન હતી. ત્યારે વેપારીએ ફોન કરી ગાડી પરત માંગતા આ ગઠિયો તેની માતાને લઈને વેપારીની ઓફિસે પહોંચી ગયો હતો
પોતાને દેવું થઈ જતાં તેણે આ ગાડી ગીરવે મૂકી હોવાનું જણાવતાં વેપારી ચોંકી ગયા હતા. જાેકે અનેક મહિના સુધી આ ગાડી ગઠિયાએ પરત ન આપતા આખરે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઠગાઈનો ભોગ બનેલા વેપારીની આ કાર પોતાની ન હતી છતાંય આ જાળમાં ફસાતા પોલીસે તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ ખાતે રહેતા દિપન ભાઈ વસ્ત્રાપુર ખાતે ટ્રાવેલ્સની ઓફીસ ધરાવી બે વર્ષથી ધંધો કરે છે. તેમની પોતાની ચાર ફોરવિલ ગાડી ધરાવી તેઓ આ વેપાર કરે છે અને જરૂર પડે ત્યારે મિત્ર વર્તુળ ની ગાડી મંગાવી ટ્રાવેલ્સ ને લગતો વેપાર ધંધો કરે છે. થોડા દિવસ પહેલા તેઓ તેમની ઓફિસે હાજર હતા.
તે વખતે તેમના મિત્ર કરણરાજ ચાવડા તેમની ઓફિસે કાર લઇ આવ્યા હતા. ત્યારે દીપનભાઈને વાસણા ખાતે આવેલા એક ગેરેજ ઉપર કામથી જવાનું હોવાથી તેઓ તેમના મિત્રની આ ગાડી લઈને ગેરેજ ઉપર ગયા હતા. તેઓ ગેરેજ ઉપર ઊભા હતા ત્યારે સાંજના સમયે બાપુનગર ના ધવલ બારોટ નો ફોન તેમના ઉપર આવ્યો હતો અને આ ધવલ બારોટ નામના વ્યક્તિએ સારી ગાડી લગ્ન માટે ભાડેથી જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી દિપનભાઇ એ જણાવ્યું કે તેમની પાસે કોઈ ગાડી નથી પરંતુ તેમના મિત્ર ની ગાડી લઈને તેઓ ગેરેજ ખાતે આવ્યા છે
એ ગાડી ની વ્યવસ્થા તેઓ કરી આપશે તેમ કહી ધવલ બારોટ ને વાસણા ખાતેના આ ગેરેજ ઉપર બોલાવ્યા હતા. બાદમાં આ ધવલ બારોટે અન્ય ધવલ બારોટ નામના વ્યક્તિને ત્યાં મોકલી ફોન પર વાત કરાવી હતી. બાદમાં બે દિવસમાં ગાડી પાછી આપી દઈશ તેમ કહી બે દિવસનું ૩૫૦૦ રૂપિયા ભાડું નક્કી કરી ધવલ બારોટ નામનો વ્યક્તિ કે, ગાડી લઈને પરત નીકળી ગયો હતો. બે દિવસ વીત્યા બાદ દીપનભાઈએ ધવલ બારોટ નામના વ્યક્તિને ફોન કરી તેની પાસે ગાડી માંગી હતી.