દેવું વધી જતાં પોલીસ સ્ટેશનમાંથી ઓઈલ ભરેલું ટેન્કર જ ઉઠાવી લીધું હતું, 2 ઝડપાયા

અંકલેશ્વર, અંકલેેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી બાયોડીઝલ ભરેલા ટેન્કરની ચોરીમાં પોલીસે ટેન્કર માલિક, તેના સગીર પુત્ર સહિત ૭ આરોપીઓની ધરપકડ કરી હતી. દેવુ વધી જતાં ટેનકર જપ્ત થઈ જતા જાતે જ પુત્ર સાથે મળી રર ઓક્ટોબર સવારે પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકેે રહેલા ટેનકરના ર આરોપી પાસે ચોરી કરાવી હતી.
અંકલેશ્વરની હાઈવે ઉપર આવેલી લેન્ડમાર્ક હોટલ પાસેથી ૧૮મી ઓક્ટોબરે એલસીબીએ ૬ લાખનુૃ બાયોડીઝલ ભરેલં ટેન્કર ઝડપી પાડ્યુ હતુ. ટેન્કર માલિક અને તેના સગીર પુત્રે દેવુૃ વધી જતા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી રર ઓક્ટોબર સવારે ટેન્કર ચોરી જલગાંવ મોકલી આપ્યુ હતુ.
ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારેે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલ નાંખ્યો હતો. કોસંબાના ટેન્કર માલિક અકબર અફસર શેખે દેેવંુ વધી જતા અને ટેન્કર જપ્ત થઈ જતાં પોતાના સગીર પુત્ર સાથે મળીને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ટેન્કર ચોરી કરાવી મહારાષ્ટ્રના જલગાંવ બાયોડીઝલ ખાલી કરવા મોકલી આપ્યુ હતુ.
જે પોલીસે જપ્ત કરી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલા કોસંબાના પિતા-પુત્ર, અબ્દુલ વાહીદ કુરેશી, યજ્ઞલાલ ઉર્ફે ચુનીલાલ વર્મા, નાનુરામ ભીલ, ઝૂબેર યુસુફ શાહ, જનક મગનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.