Western Times News

Gujarati News

દેવોલીના ભટ્ટાચાર્જીના મમ્મીએ રશ્મિને સ્વાર્થી કહી

મુંબઈ, બિગ બોસ ૧૫ના ઘરમાં ગયા અઠવાડિયે દેવોલીના ભટ્ટાચાર્જી અને રશ્મિ દેસાઈ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી જ તેમના સંબંધો વણસી ગયા છે. આ સિવાય, વીકએન્ડ કા વારમાં હોસ્ટ સલમાન ખાને તે મુદ્દો પણ હાઈલાઈટ કર્યો હતો, જેમાં અભિજીત બિચુકલેએ ઘણીવાર દેવોલીનાને કિસ કરવા માટે કહ્યું હતું.

અભિજીતે જે રીતે તેમની દીકરી સાથે વર્તન કર્યું તે જાેઈને દેવોલીના ભટ્ટાચાર્જીના મમ્મી અનિમા રોષમાં છે. તે ઘૃણાસ્પદ હતું. તે જાેઈને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. પહેલા મને લાગ્યું હતું કે, તે દેવોલીના સાથે નાની બહેનની જેમ વર્તે છે અને તેથી તેણે એકવાર કહ્યું હતું. પરંતુ તેણે વારંવાર કહ્યું અને તે તેના માટે કહેતો રહ્યો.

જ્યારે સલમાન ખાન અને અન્ય કન્ટેસ્ટન્ટ્‌સે તેણે અગાઉ જ રિએક્ટ કરવું જાેઈતું હતું તેમ કહ્યું હતું, ત્યારે હું સમજું છું કે, દેવોલીનાએ વિચાર્યું હશે કે તેણે મજાકમાં કિસની વાત કરી હશે અને તેથી તેણે અવગણ્યું હતું. પરંતુ બાદમાં તેણે મજબૂત રીતે રિએક્ટ કર્યું હતું. અભિજીત જ્યારથી શોમાં આવ્યો ત્યારથી મને તે પસંદ નથી. દેવોલીના અને રશ્મિ દેસાઈ વચ્ચે જે થયું તેનાથી પણ તેઓ ખુસ નથી.

અનિમાએ જણાવ્યું હતું કે, તેમણે દેવોલીનાને પહેલાથી જ રશ્મિ અંગે ચેતવી હતી. ‘મને લાગે છે કે રશ્મિ દેસાઈ સ્વાર્થી છે. મેં દેવોલીનાને ગઈ સીઝનમાં પણ ચેતવી હતી અને તેને કહ્યું હતું કે, તેણે તેની સાથેની મિત્રતા યથાવત્‌ રાખવી જાેઈએ નહીં. પરંતુ તેણે મને તે સમયે સારા મિત્રો હોવાનું કહ્યું હતું.

તેથી મેં જવા દીધું. પરંતુ હવે મને લાગે છે કે, તેને અહેસાસ થઈ ગયો છે કે મને તેને ત્યારે કેમ ચેતવી હતી’, તેમ તેમણે કહ્યું. જાે કે, બિગ બોસ ૧૫ના ઘરમાં આગામી દિવસોમાં સ્થિતિ ઠીક થઈ જાય તેવી શક્યતા છે. તેમણે આ અંગે કહ્યું હતુ કે, ‘કોઈ જાણતું નથી તેમનું પેચઅપ થઈ જાય અને તેઓ ફરીથી મિત્રો બની જાય તેવુ પણ બની શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.