દેવોલી નકુલ મહેતા સાથે જાેડી જમાવશે
મુંબઈ: ઘણા દિવસોથી ચર્ચા હતી કે દિવ્યાંકા ત્રિપાઠી ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં લીડ રોલ પ્લે કરવાની છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે શો કરી રહી નથી. તેણે તેમ પણ કહ્યું હતું કે, ‘બડે અચ્છે લગતે હૈ ૨’ માટે તેણે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો. જાે કે, કેરેક્ટર સાથે તે કનેક્ટ ન થઈ શકતા તેણે ના પાડી દીધી હતી.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અમે દેવોલીના ભટ્ટાચાર્જી સાથે વાત કરી રહ્યા છીએ અને આશા છે કે ડીલ થશે. તેણે પોતાના ભાગનો લૂક ટેસ્ટ આપી દીધો છે અને સારી પણ લાગી રહી છે. સાથ નિભાના સાથિયામાં (૨૦૧૨-૨૦૧૭) નવી ગોપી વહુનું પાત્ર ભજવીને દેવોલીના ઘર-ઘરમાં જાણીતી થઈ હતી. તે સાથ નિભાના સાથિયા ૨માં આ જ પાત્રમાં દેખાઈ હતી, જે ગયા વર્ષના ઓક્ટોબરમાં ઓન-એર થયો હતો. તેણે બિગ બોસ ૧૩માં ભાગ લીધો હતો
પરંતુ હેલ્થ ઈશ્યૂના કારણે બહાર થઈ હતી. બાદમાં તે બિગ બોસ ૧૪માં એજાઝ ખાનની પ્રોક્ષીમાં ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે બડે અચ્છે લગતે હૈ ૨ માટે નકુલ મહેતાનું નામ ફાઈનલ છે. થઈ રહેલી ચર્ચા મુજબ, દિવ્યાંકા નકુલ કરતાં ઉંમરમાં મોટી લાગતી હોવાથી તે તેની સાથે કામ કરવામાં અનુકૂળ નહોતી. આ અંગે એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ‘ઓનસ્ક્રીન પર હું તેના કરતાં મોટી લાગીશ. જ્યારે મને શો ઓફર કરવામાં આવ્યો અને બાદમાં મારી સામે વિચાર રાખવામાં આવ્યો ત્યારે નકુલ મહેતા સાથેની મારી જાેડીને લઈને હું આશ્ચર્યચકિત થઈ હતી. મારા પરિવારને પણ નવાઈ લાગી હતી.
મને લાગ્યું હતું કે, ઓનસ્ક્રીન પર મારી અને નકુલની જાેડી સારી નહીં લાગે. મારું માનવું છે કે, જે પણ એક્ટ્રેસને લીડ રોલ માટે પસંદ કરવામાં તેણે શોને ન્યાય આપવો જાેઈએ’.