દેવોલી ભટ્ટાચાર્જીના સપોર્ટમાં હવે ઓનસ્ક્રીન સાસુ આવી
મુંબઈ: ટેલિવિઝનની ગોપી વહુ તરીકે જાણીતી દેવોલીના ભટ્ટાચાર્જી હાલ બિગ બોસ ૧૪ના ઘરમાં બંધ છે. એક્ટ્રેસ એજાઝ ખાનની પ્રોક્ષીમાં ઘરમાં ગઈ છે. છેલ્લા ૨ દિવસથી તે ગુસ્સાથી લાલઘૂમ થતી અને ઘરની વસ્તુઓ તોડતી જાેવા મળી રહી છે. એક્ટ્રેસના આ રિએક્શનથી તેના ફેન્સ તો ઠીક પરંતુ પ્રિયજનો પણ ચોંકી ગયા છે. એક દિવસ પહેલા એક્ટ્રેસની મમ્મીએ વીડિયો શેર કરીને તેના વર્તન વિશે વાત કરી હતી અને કેટલીક સલાહ પણ આપી હતી. હવે, ‘સાથ નિભાના સાથિયા’માં તેની સાસુનો રોલ કરનાર રુપલ પટેલ તેના સપોર્ટમાં આવી છે.
એક વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે, મેં વીડિયો જાેયો જેમાં દેવોલીના સ્પષ્ટ કહી રહી છે કે, તે મારા ઘર માટે બોલી. આ જ કારણથી તેનું આવું રિએક્શન જાેવા મળ્યું. જ્યારે કોઈ વ્યક્તિ તમારા અંગત જીવન પર હુમલો કરે અને તમારા પરિવાર વિશે બોલે ત્યારે શાંતિથી બેસી રહેવું સરળ નથી હોતું. દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે તેનો જવાબ આપે છે. પરંતુ તેને જાેઈને એટલું તો જરુરથી કહી શકું કે તેને ખૂબ દુઃખ પહોંચ્યું હશે નહીં તો તે આમ કરે નહીં.
તેણે નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા હતા. તેનો ઉછેર તેની માતાએ કર્યો છે. તેથી કોઈ તેના પરિવાર વિશે આમ કહે તો તેની જગ્યાએ બીજું કોઈ હોય તો તેને પણ ગુસ્સો આવી જાય. સાથ નિભાના સાથિયા ફેમ રુપલ પટેલે તેમ પણ કહ્યું કે, ‘ઈન્ડસ્ટ્રીમાં રહીને મેં ઘણા એવા કિસ્સા સાંભળ્યા છે, જ્યાં એક્ટર્સ પોતાનું ધાર્યું ન થાય અથવા તેમને જે જાેઈએ તે ન મળે તો ગુસ્સામાં આવીને પોતાનો જ ફોન ફેંકી દેતા હોય છે. ઘણીવાર તેઓ રડતા પણ હોય છે. તેથી સંવેદનશીલ વ્યક્તિ આવું કરે તે વ્યાજબી છે.
મેં ઘણા લાંબા સમય સુધી દેવોલીના સાથે કામ કર્યું છે અને અંગત જીવનમાં પણ અમારા સારા સંબંધો છે. હું જ્યાં સુધી તેને ઓળખું છું ત્યાં સુધી આ એક્શનનું રિએક્શન છે. તેણે તેમ પણ ઉમેર્યું કે, જ્યારે તેના પિતા ગુજરી ગયા ત્યારે દેવોલીના નાની હતી. બાદમાં તેની માતાએ નોકરી હતી.
તેનો ભાઈ પણ નાનો હતો. દેવોલીના અભ્યાસ કરવા માટે દિલ્હી ગઈ હતી. જ્યાં તેણે ડાન્સની તાલીમ લીધી અને જ્વેલરી ડિઝાઈનિંગનું પણ શીખી. બાદમાં તે ઈન્ડસ્ટ્રીમાં આવી. તેથી તેણે તેના જીવનમાં ઘણું સ્ટ્રગલ કર્યું છે અને મુશ્કેલીઓ વેઠી છે. તે સેલ્ફ મેડ વુમન છે અને જાે કોઈ તેની ઉપલબ્ધિઓ પર ગંદી ટિપ્પણીઓ કરશે તો તે બોલવાની જ છે.