દેવ ભૂમિ હરિદ્વારમાં ગુજરાત દિવસની થશે ભવ્ય ઉજવણી
હરિદ્વાર, 29 એપ્રિલ:કહેવાય છે ને જ્યાં વસતા ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ વાત ચરિતાર્થ કરે છે વિશ્વ ભર માં વસતા ગુજરાતી પરિવાર. સમય અને ઉત્સવ ઉજવવા માં માન્યતા રાખતા આપણે ગુજરાતી એક પણ ઉત્સવ માણવા નો છોડતાં નથી. દેવ ભૂમિ હરિદ્વાર માં વસતા ગુજરાતી પોતાના માદરે વતન ગુજરાત ના સ્થાપના ને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે.
હરિદ્વાર ગુજ્જુ પરિવાર ના મીડિયા ના કિર્તન દેસાઈ અનુસાર આખા પ્રદેશ માં વસતા Nrg ઉત્તરાખંડના ગુજરાતી રવિવારે હરિદ્વાર ખાતે ના હરિ પૂર મુકામે આવેલ ઉમિયા ધામ માં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્થાપના દિવસ ઉજવાશે.
આયોજન માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન ભૂપેદ્ર ભાઈ પટેલ તેમજ હર્ષ ભાઈ સંઘવી જી કાર્યક્રમ ની સફળતા માટે પ્રમુખ રાજેશ ભાઈ પાઠક ને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ રાજ્ય ના Nrg વિભાગ દ્વારા સહયોગ મળી રહ્યો છે.
આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી ને પ્રતિનિધિ મંડળ મળી જાણકારી આપી છે.