દેશનાં દરેક રાજયમાં ગ્રાહક મધ્યસ્થતા કેન્દ્ર બનાવાશે
(એજન્સી)નવીદિલ્હી, ગ્રાહક વિવાદ સંબંધી ફરીયાદોને ગ્રાહક ફોરમથી અલગ પારસ્પરીક વાતચીતના માધ્યમથી કાનુની રીતે નિવારવા માટે ભારત સરકારે કવાયત શરૂ કરી છે. ભારત સરકારે આ માટે દેશનાં દરેક રાજયોમાં એક-એક મધ્યસ્થતા કેન્દ્ર સ્થાપીત કરવાની યોજના બનાવી છે.
દેશમાં પહેલી વાર ગ્રાહક સુરક્ષા કાનુન સંબંધી વિવાદોના નિવારણ માટે મધ્યસ્થતા કેન્દ્ર ખોલવામાં આવશે. જાેકે અત્યારે દેશમાં સીવીલ તેમજ અન્ય કાનુની વિવાદોને નિરાકરણ માટે પહેલાથી જ મધ્યસ્થા કેન્દ્ર ઉપલબ્ધ છે. પરંતુ ગ્રાહકોને લગતા મામલાઓ માટે તે પહેલીવાર ખુલશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ગ્રાહક સુરક્ષા એકટ ર૦૧૯ની જાેગવાઈઓ હેઠળ કોઈ પણ ગ્રાહક સુરક્ષા કાનુન સંબંધી ફરીયાદોનું નિવારણ ૩થીપ મહિનાની અંદર થવું અનિવાર્ય છે. અનેક રાજય ગ્રાહક પંચોમાં કેટલાંક ખાલી રહેલાં પદો તેમજ ઢગલાબંધ કેસોને કારણે આવી ફરીયાદોનો નિવારણમાં ૧ વર્ષ જેટલો સમય લાગી જાય છે.
ગ્રાહક મામલાઓના સંબંધીત ફરીયાદોના નિવારણમાં થનારા વિલંબને દુર કરવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલયો દેશનાં દરેક રાજયોમાં ગ્રાહક પંચ ઉપરાંત એક-એક મધ્યસ્થતા કેન્દ્ર સ્થાપીત કરવાની યોજના બનાવી છે. જેનાથી ગ્રાહક સુરક્ષા કાનુનના ઉલ્લંઘનના આવા મામલાઓમાં જેમાં વાતચીતના માધ્યમથી વિવાદનું નિરાકરણ શકય હોય.
તેને મધ્યસ્થતા કેન્દ્ર માફરતે નિવારી શકાય. કેન્દ્ર સરકાર દરેક રાજયોમાં સ્થિત રાજય ગ્રાહક પંચમાં એક-એક મધ્યસ્થતા કેન્દ્ર સ્થાપિત કર્યા બાદ દેશભરમાં જીલ્લા સ્તરે પણ મધ્યસ્થતામાં કેન્દ્ર સ્થાપીત કરવાની યોજના ધરાવે છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે દરેક રાજયોના મુખ્ય સચીવને પત્ર લખીને તેઓનાં સુચનો માગ્યાં છે.
આ સુચનો એ માટે મંગાવવામાં આવ્યાં છે. જેથી કરીને મધ્યસ્થતા કેન્દ્રોની સ્થાપનાને લઈને જાે કોઈ રાજયને પરેશાની હોય તો તેની જાણકારી મળી શકે.