દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડા કોરોના સંક્રમિત
બેંગ્લુરૂ, ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર)નાં પ્રમુખ એચ.ડી. દેવેગૌડા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દેવેગૌડાનાં કાર્યાલયે શનિવારે (૨૨ જાન્યુઆરી) આ સત્તાવાર નિવેદન આપ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર) પ્રમુખ એચડી દેવગૌડા કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, તેમની અંદર કોરોનાનાં કોઈ ગંભીર લક્ષણો નથી અને તેમની તબિયત સ્થિર છે. જાે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે નહીં, તેની માહિતી હજુ આપવામાં આવી નથી. કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ દેવેગૌડાનાં કોરોના સંક્રમિત હોવાના સમાચારની પુષ્ટિ કરી છે.
બીએસ યેદિયુરપ્પાએ કન્નડ ટ્વીટમાં લખ્યું છે કે, “મને આશા છે કે વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા જલ્દીથી કોરોના વાયરસથી સ્વસ્થ થઈ જશે.” એચડી દેવગૌડાએ જૂન ૧૯૯૬ થી એપ્રિલ ૧૯૯૭ સુધી ભારતનાં ૧૨માં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ અગાઉ ૧૯૯૪ થી ૧૯૯૬ સુધી કર્ણાટકનાં ૧૪માં મુખ્યમંત્રી હતા. હાલમાં તેઓ રાજ્યસભામાં સાંસદ છે.
દરમિયાન, કર્ણાટક સરકારે શુક્રવારે સપ્તાહનાં અંતમાં કર્ફ્યુ હટાવવાનો ર્નિણય કર્યો હતો, જે કોવિડ-૧૯ સંક્રમણનાં વધતા જતા કેસોને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી લાદવામાં આવ્યો હતો. જાે કે, નાઇટ કર્ફ્યુ દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે.
વળી, રેસ્ટોરન્ટ અને અન્ય સ્થળોએ ૫૦ ટકા ક્ષમતા સહિત અન્ય તમામ કોવિડ પ્રતિબંધો ચાલુ રહેશે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યમાં કોવિડ-૧૯ની સ્થિતિ અને તેને સમાવવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોનું મૂલ્યાંકન કરવા નિષ્ણાતો, વરિષ્ઠ મંત્રીઓ અને તેમની સરકારનાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.HS