દેશના અનેક રાજ્યોમાં ડેલ્ટા વેરિઅન્ટથી મળતો નવો એવાય.૧૨ સ્ટ્રેન મળ્યો

નવીદિલ્હી, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ડેલ્ટા પરિવારનો છરૂ.૧૨ સ્ટ્રેન અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવ ઈઝરાયલમાં જાેવા મળી રહ્યો છે.એવાય.૧૨ સ્ટ્રેન દેશના અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. આ માટે તેની તપાસ જરૂરી છે. ઈઝરાયલમાં ૬૦ ટકા વસ્તીનું વેક્સિનેશન થયા બાદ પણ પહેલા કરતા ફરીથી નવા કેસમાં વધારો થયો છે અને તે પીકની આસપાસ પહોંચી રહ્યો છે. આઈએનએસએસીઓજીની તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં રહેવાયું છે કે પહેલા ડેલ્ટા વેરિઅન્ટની જેમ તેને ક્લાસીફાઈડ કરાયો હતો અને સાથે હવે તેને છરૂ.૧૨ના રૂપમાં ફરીથી ક્લાસીફાઈડ કરાયો છે.
હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે એવાય.૧૨ ડેલ્ટા વેરિઅન્ટથી ક્લિનિકલી અલગ છે કે નહીં. ડેસ્ટા વેરિઅન્ટમાં રહેલા જી૧૪૨ ડી સ્પાઈક પ્રોટીન એવાય.૧૨માં છે કે નહીં. આ વેરિઅન્ટના સ્પાઈક પ્રોટીનમાં નોવેલ કોરોના વાયરસ પરિવારથી મળતા કોઈ મ્યૂટેશન મળ્યા નથી.
એવાય.૧૨ આ સમયે ઈઝરાયલમાં સૌથી વધારે પ્રભાવી સ્ટ્રેન રહ્યો છે. લગભગ ૫૧ ટકા સેમ્પલમાં આ વેરિઅન્ટ મળ્યો છે. ડેલ્ટા પહેલી વાર ભારતમાં ગયા વર્ષો ઓક્ટોબરમાં જાેવા મળ્યો હતો. આ કારણે દેશમાં કોરોના મહામારીની વિનાશની બીજી લહેર આવી. જે એપ્રિલ અને મે મહિનામાં ચરમ પર હતી. બીજી લહેર ત્યારથી ઓછી થઈ જ્યારે દૈનિક કેસની સંખ્યા ૨૫૦૦૦-૪૦૦૦૦ની આસપાસ રહ્યા.HS