Western Times News

Gujarati News

દેશના ઊદ્યોગકારોને રાજ્યમાં વ્યાપક રોકાણ માટે આહવાન

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ-દુનિયાના ઊદ્યોગકારો-રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે આહવાન કરતાં કહ્યું કે, આ સરકાર રોકાણકારોને માત્ર ઇન્વેસ્ટર્સ નહિ રાજ્યની સર્વગ્રાહી વિકાસયાત્રાના, સુખ-સુવિધા વૃદ્ધિના ભાગીદાર પાટર્નર તરીકે પ્રોત્સાહનો આપે છે. મુખ્યમંત્રીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦ની વિશેષતાઓ અને આકર્ષક પહેલુઓના ચર્ચા-મંથન વેબિનારમાં સંબોધન કરતા આ આહવાન કર્યુ હતું. આ વેબિનાર દરમ્યાન રાજ્યમાં રૂ. ૧૦,પ૦૦ કરોડના રોકાણો વિવિધ પ્રોજેકટસમાં કરવાની ઊદ્યોગ સાહસિકોએ કોવિડના આ સમયમાં પણ તાત્કાલિક રોકાણોની મોટી જાહેરાતો કરી હતી. આ રોકાણોમાં વેદાન્તા રૂ. ૪૫૦૦ કરોડ, કિરી ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૩૦૦૦ કરોડ, વેલસ્પન ગૃપ રૂ. બે હજાર કરોડ અને યુએનઓ મીન્ડા ગૃપે રૂ. ૧૦૦૦ કરોડના રોકાણો આગામી દિવસોમાં ગુજરાતમાં કરીને રાજ્યની સતત-અવિરત વિકાસયાત્રામાં સહભાગીતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સમગ્ર ઊદ્યોગ જગતે એકી અવાજે પ્રોત્સાહજનક પ્રતિસાદ આપી આવકારી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઊદ્યોગ વેપાર જગતના અગ્રણીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વ આખું કોરોના-કોવિડ-૧૯ મહામારીના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે એકમાત્ર ગુજરાતે ‘હારશે કોરોના-જિતશે’ ગુજરાતના મંત્ર સાથે ઊદ્યોગો-વેપાર ધંધા, રોજગારને આ મહામારીની અસરથી ફરી ચેતનવંતા કરવા, નુકશાનીમાંથી બેઠા કરવા સંપૂર્ણ સહયોગ મદદની નેમ સાથે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦ લોંચ કરેલી છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦થી લીડ લેશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આર્ત્મનિભરતા માટે સક્ષમ ઇકોસિસ્ટમ નિર્માણ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઇકોસિસ્ટમના પરિણામે જ ગુજરાત આજે ઓટો અને ઓટો કોમ્પોનન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, ટેક્ષટાઇલ, જેમ્સ જવેલરી જેવા બહુવિધ ઊદ્યોગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.