દેશના કિસાનો આંદોલન છોડી વાતચીતનો માર્ગ અપનાવે: કૃષિ મંત્રી
નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોવન ૧૬ દિવસથી જારી છે.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન ખતમ કરી વાતચીતનો માર્ગ અપાવવાની વાત કહી છે. કૃષિ મંત્રીએ કહ્યું કે કોઇ પણ કાનુનમાં જાેગવાઇ પર વાંધો હોય તો જાેગવાઇ પર જ ચર્ચા થાય છે પ્રસ્તાવમાં અમે તેના વાંધાને રદ કરવાનો પ્રયાસ કર્યો તેમણે આંદોલન ખતમ કરી વાર્તાનો માર્ગ અપનાવવો જાેઇએ.
મંત્રીએ કહ્યું કે હું કિસાન યુનિયનના લોકોને કહેવા માંગુ છું કે તેમણે ગતિરોધ તોડવો જાેઇએ સરકારે આગળ વધી પ્રસ્તાવ આપ્યા છે સરકારે તેમની માંગોનું સમાધાન કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે.આંદોલનથી કિસાનોને પણ પરેશાની થાય છે ઠંડીની સીજન છે કોરોનાનું સંકટ છે જનતાને પણ આંદોલનથી પરેશાની થઇ રહી છે આથી તેના કિસાનોને આંદોલન ખતમ કરવું જાેઇએ અને વાતચીતથી સમસ્યા ઉકેલ કરવાનો પ્રયાસ કરવો જાેઇએ.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાન આંદોલન દરમિયાન યુનિયન સાથે છ તબક્કાની વાત થઇ સરકારની સતત વિનંતી હતી કે કાનુનની તે કંઇ જાેગવાઇ છે જેના પર કિસાનને વાંધો છે અનેક દૌરની વાતચીતમાં સંભવ થઇ શકી નથી અમે કિસાનોથી વાતચીત દ્વારા તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા ઇચ્છીએ છીએ કિસાનોની દરેક ચિંતા પર વાત કરી છે કિસાનોની દરેક ચિંતાને નોટ કરવામાં આવી છે પાંચ તારીખે અમે તેમને પુછયુ હતું કે એપીએમસીને સુદ્ઢ બનાવવા માટે શું કરવું જાેઇએ તો તે ચુપ થઇ ગયા કંઇ બોલ્યા નહીં ત્યારબા એ નિર્ણય લેવામાં આવ્યો કે બીજીવાર બેઠક થશે.
કૃષિ મંત્રીએ આગળ કહ્યું કે છ તબક્કાની વાતચીતમાં અમે અમારા તરફથી કિસાનોને સમાધાન આપ્યું છે અમે એપીએમસીને સુદ્ઢ બનાવવાના ઉપાય બતાવ્યા પરાલીના મુદ્દા એ તેના મુજબ સમાધાન કરવા માટે કહ્યું અને પરાલી પર કાનુનમાં સમાધાન માટે તૈયારી છીએ. વિજળી મુદ્દે પણ એ પહેલીવાર વ્યવસ્થા કરવાની વાત કહી પરંતુ તેમના તરફથી કોઇ પ્રસ્તાવ આવ્યો નથી જયારે પણ પ્રસ્તાવ આવશે અમે વાતચીત માટે તૈયાર છીએ.HS