Western Times News

Gujarati News

દેશના કોરોનાગ્રસ્ત ૭પ જિલ્લાઓમાં લોકડાઉન

નવીદિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. કોરોના અસરગ્રસ્ત ૭૫ જિલ્લામાં ૩૧મી માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેરાત કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન માત્ર જરૂરી સેવાઓ મળશે. ટ્રેન સર્વિસ, મેટ્રો સર્વિસ, બસ સર્વિસ બંધ રહેશે. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી હતી. આની સાથે જ મોટી સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. આ આદેશ આજે કેબિનેટ સચિવ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રતિબંધ અથવા તો અંકુશ એવા ૭૫ જિલ્લામાં મુકવામાં આવ્યા છે જ્યાં કોરોના પોઝિટિવના મામલા સપાટી ઉપર આવ્યા છે. ૩૧મી માર્ચ સુધી હવે બિનજરૂરી યાત્રા પર અંકુશ મુકી દેવામાં આવ્યો છે. આ ગાળા દરમિયાન કોઇપણ ટ્રેન ચાલશે નહીં. સાથે સાથે મેટ્રોનું સંચાલન પણ મર્યાદિત કરી દેવામાં આવ્યું છે.

ટ્રેન સર્વિસને ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. માત્ર માલગાડી દોડશે. મેટ્રો સર્વિસ પણ બંધ રહેશે. ઇન્ટરસ્ટેટ પેસેન્જર ટ્રાન્સપોર્ટને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કારણે આ પ્રકારની સ્થિતિ  સર્જાઈ ગઈ છે. પરિવહનના સૌથી મોટા હિસ્સા તરીકે રહેલા રેલવેએ ૩૧મી માર્ચ સુધી તમામ ટ્રેનો બંધ કરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત રેલવે દ્વારા આ રીતે ટ્રેનો બંધ કરવામાં આવી છે. અલબત્ત સબ અર્બન ટ્રેનો, કોલકાતા મેટ્રો ટ્રેનોની કેટલીક સેવા ચાલુ રહેશે.

ફકરામાં કહેવામાં આવ્યું છે કે, હોસ્ટેલમાં અભ્યાસ કરી રહેલા બાળકો જેમાં વિદેશી બાળકો પણ છે તેમને ભયભીત થવાની જરૂર નથી. તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવેનું કહેવું છે કે, ૩૧મી માર્ચ સુધી તમામ પેસેન્જર ટ્રેનો રદ રહેશે પરંતુ માલગાડી જારી રહેશે. દેશના જુદા જુદા હિસ્સામાં પુરવઠો યથાવતરીતે પહોંચે અને કોઇ ચીજાની કમી ન થાય તે માટે માલગાડી જારી રાખવામાં આવી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં જે યાત્રીઓએ બુકિંગ કરાવ્યું છે તે ૨૧મી જૂન ૨૦૨૦ સુધી પોતાના પૈસા રિફન્ડ લઇ શકે છે. યાત્રીઓને તેમની ટિકિટના પૈસા પરત આપવા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિવટ  કરતા કહ્યું હતું કે, ઘણા બધા લોકોને કોરોનાના લીધે શહેર છોડીને જઈ રહ્યા છે પરંતુ ભીડમાં યાત્રા કરવાથી તેના ફેલાવવાનો ખતરો વધે છે. જ્યાં રહો છો ત્યાં પણ ખતરો બની જશો. ગામ અને પરિવારની મુશ્કેલી આ રીતે વધી શકે છે જેથી જે શહેરમાં છે ત્યાં જ રોકાઈ રહેવાની જરૂર છે.

આના કારણે બિમારીને ફેલાતા બચી શકાય છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર ભીડ લગાવીને અને અમારા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પોતાની અને પોતાના પરિવારની ચિંતા કરવાની જરૂર દેખાઈ રહી છે. સમગ્ર ભારતમાં માલગાડી સિવાય તમામ ટ્રેનોને બંધ કરવામાં આવતા લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા છે. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે રેલવે દ્વારા આ નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ૧૨૫૦૦ જેટલી ટ્રેનોની અવરજવર રોકાઈ જશે. કેટલીક અર્ધશહેરી ટ્રેનો અને આશરે ૫૦૦ની સંખ્યામાં ટ્રેનો બંધ થઇ જશે. ૯૦૦૦ માલગાડીને હાલમાં દરરોજ ચલાવવામાં આવી રહી છે. પંજાબ, રાજસ્થાન, અન્ય મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિવધારવામાં આવી રહી છે. બાકી રહેલા રાજ્યો આવી સ્થિતિ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.