દેશના જુદા-જુદા રાજ્યોમાં 7 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી
દેશના જુદા-જુદા રાજ્યોમાં 7 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો આ બેઠકો પર કબ્જો કરવામા વ્યસ્ત છે. કોંગ્રેસ પક્ષને તામિલનાડુમાં 1 અને મહારાષ્ટ્રમાં 1 એમ બે રાજ્યસભા બેઠકો પર લડવાની આશા હતી.
જોકે તામિલનાડુમાં ડીએમકે એ કોંગ્રેસને મોટા ઝાટકો આપતા રાજ્યની બંને રાજ્યસભા બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.
જે પછી કોંગ્રેસ મહારાષ્ટ્રમાંથી એક રાજ્યસભા બેઠક પર ઉમેદવાર ઉતારવા માટે પ્રયાસ કરી રહી છે. તામિલનાડુમાં ડીએમકે દ્વારા મળેલા ઝાટકા બાદ દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદના રાજ્યસભામાં આગામી અમુક સમયમાં ફરી રાજ્યસભા સાંસદ બનવાની શક્યતાઓ નહિવત્ બની છે. ડીએમકે દ્વારા મેડિકલ વિંગના ડૉક્ટર કનિમોઝી એનવીએન સોમૂ અને કેઆરએન રાજેશકુમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.