દેશના જુદા-જુદા રાજ્યોમાં મે મહિનામાં 13 દિવસ બેન્કોમાં રજા
નવી દિલ્હી, મે મહિનામાં તમારે બેંકમાં કોઈ કામ પતાવવાનું છે તો તેના માટે તમે અત્યારથી જ પ્લાનિંગ કરી લો. એટલે મે મહિનામાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે 2022ની રજાઓિનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ જોઈને તમે તમારા કામનું પ્લાનિંગ બનાવી શકો છે.
આરબીઆઈના કેલેન્ડર મુજબ મે મહિનાના શરૂઆતના 4 દિવસ સતત બેંક બંધ રહેવાની છે. આ રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો મુજબ અલગ અલગ હોય શકે છે. RBIએ બેંકની રજાઓનું લિસ્ટ 4 આધાર પર જાહેર કર્યું છે. આ લિસ્ટ દેશભરમાં મનાવતા તહેવારો અને અલગ અલગ રાજ્યો મુજબ છે.
અલગ અલગ રાજ્યોના તહેવારો મુજબ અમુક રજાઓ આપવામાં આવતી હોય છે. જાણકારી મુજબ મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ 31 દિવસ બંધ બેંક બંધ રહેશે.
બેંક તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, મે મહિનામાં બેંકમાં જતાં પહેલાં તમામ રજાઓ વિશે જાણી લો. તમામ લોકોએ તે મહત્વપૂર્ણ દિવસો વિશે ધ્યાન રાખવું જે દિવસે તમારા શહેરોમાં બેંકની રજા હોય.
1 મે 2022: મજૂર દિવસ, મહારાષ્ટ્ર દિવસ. આખા દેશમાં બેંકો બંધ રહેશે. આ દિવસે રવિવારની પણ રજા રહેશે. 2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ, ઘણા રાજ્યોમાં રજા રહેશે. 3 મે 2022: ઈદ-ઉલ-ફિતર, બસવા જયંતિ (કર્ણાટક). 4 મે 2022: ઈજ-ઉલ-ફિતર (તેલંગણા) 9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ (પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા).
14 મે 2022: બીજા શનિવારે બેંકની રજા. 16 મે 2022: બુધ પૂર્ણિમા. 24 મે 2022: કાઝી નઝારુલ ઈસ્માલ જન્મદિવસ (સિક્કિમ). 28 મે 2022: ચોથા શનિવારે બેંકની રજા. 1 મે 2022: રવિવાર. 8 મે 2022: રવિવાર. 15 મે 2022: રવિવાર. 22 મે 2022: રવિવાર. 29 મે 2022: રવિવાર.