Western Times News

Gujarati News

દેશના ત્રણ રાજયોમાં દશેરા અને દિવાળીએ કોરોનાનો બોંબ ફુટી શકે છે

નવીદિલ્હી: દેશમાં આજથી અનલોક પાંચની શરૂઆત થઇ ગઇ છે આ વખતે સિનેમાધરોને પણ ૫૦ ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજુરી મળી છે. જાે કે કેરલ અને પંજાબમાં કોરોનાના વધતા નવા કેસોએ ચિંતા વધારી છે. નિષ્ણાંતો તેને જાનલેવા વાયરસની બીજી વેવનો ખતરો બતાવી રહ્યાં છે અને આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે તેનાથી આવનારા તહેવારોમાં મુશ્કેલી વધી શકે છે એટલું જ નહીં નિષ્ણાંતો જાેડાયેલા મૌસમમાં આ જાનલેવા વાયરસથી સતર્ક રહેવાની સલાહ પણ આપી રહ્યાં છે.

પાટનગર દિલ્હી કેરલમાં કોવિડ ૧૯ના નવા કેસનોની સંખ્યા વધી રહી છે દિલ્હીમાં કોરોનાનો પહેલો પીક જુનમાં જાેવા મળ્યો હતો જયારે દરરોજ સરેરાશ નવા કેસ ૩,૦૦૦ની નજીક રહ્યાં હતાં જુલાઇની શરૂઆત અને આખરમાં રોજાેના કેસોની સંખ્યા ધટવાનું શરૂ થઇ ગયું હતું અને આ દરમિયાન પાટનગરમાં દરરોજ લગભગ ૧ હજારની આસપાસ નવા કેસ મળી રહ્યાં હતાં. રાજય સરકારના ડેટા અનુસાર દજિલ્હીમાં કોરોના કેસોની સંખ્યા વધી ૨.૫ લાખને પાર કરી ચુકી છે બુધવારે દિલ્હીમાં ૩,૮૨૭ નવા કેસ મળ્યા હતાં નીતી આયોગના સભ્ય વી કે પોલે કહ્યું કે અમે દિલ્હી પંજાબ અને કેરલમાં બીજી પીક જાેઇ રહ્યાં છીએ.

આજ રીતે કેરલમાં પણ કોરોનાના નવા મામલા ધીરે ધીરે વધી રહ્યાં છે સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયામાં નવા મામલામાં કમી નોંધાઇ હતી જાે કે ૧૬-૨૨ સપ્ટેમ્બર દરમિયાન આ પણ મામલા વધવા લાગ્યા અને ૨૩-૨૯ સપ્ટેમ્બર વાળા અઠવાડીયામાં રાજયમાં ૫,૮૯૮ નવા મામલા સામે આવ્યા

પંજાબમાં મંગળવાર સુધી કોવિડ ૧૯ના ૧૬,૮૨૪ એકિટવ કેસ નોંધાયા છે રાજયના પાંચ શહેરો લુધિયાણા જાલંધર મોહાલી અમૃતસર અને પટિયાલાથી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા હતાં આ સાથે જ પંજાબમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી ૧,૧૨,૪૬૦ થઇ ગઇ છે.

આરોગ્ય નિષ્ણાંતોનું માનવામાં આવેતો આગામી કેટલાક મહીના મહત્વપૂર્ણ છે.વી કે પોલે કહ્યું કે અમે શરૂઆમાં જ લોકડાઉન કરી દીધું હતું તે સમયે એવી આશંકા હતી કે કોરોનાનો પીક જુનમાં આવી શકે છેં પરંતુ ઠંડીના હવામાનને કારણ શ્વાસથી જોડાયેલી બીમારીઓ વધે છે.આથી આપણે સતર્ક રહેવાની જરૂરત છે અને કોરોનાના નવા કેસોને ઓછા કરવાનો પ્રયાસ કરવો જાેઇએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.