દેશના ધનિક વર્ગનું ઘરમાં જ આઈસીયુ ઊભા કરવાનું શરૂ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/The-country-scaled.jpeg)
Files Photo
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે હવે હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી ત્યારે દેશના ધનિક વર્ગે ઘરમાં જ મિની આઈસીયુ ઉભુ કરવાનુ શરુ કરી દીધુ છે.
સામાન્ય માણસને તો કોરોના થાય તો હોસ્પિટલોમાં દાખલ થવા માટે કાલાવાલા અને આજીજી કરવા પડે છે, આ સંજાેગોમાં ધનિક વર્ગ હવે માંગે તેટલા પૈસા આપીને પણ ઘરમાં જ આઈસીયુ ઉભુ કરવા માંડ્યો છે.ખાસ કરીને દિલ્હી અને એનસીઆર વિસ્તારના સુપર રીચ લોકો અઢી થી ત્રણ લાખના ખર્ચે ઘરમાં જ વેન્ટિલેટર અને બીજા મેડિકલ સાધનો સાથે આઈસીયુ ઉભુ કરી રહ્યા છે.
આ વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓના કહેવા પ્રમાણે હાલમાં મેડિકલ ઈક્વિપમેન્ટની માંગ પણ વધી ગઈ છે અને ધનિક વર્ગ બમણા પૈસા આપીને પણ આવા ઉપકરણો લેવા માટે તૈયાર છે.ઘરમાં મિની આઈસીયુ સેટ અપ કર્યા બાદ તેની પાછળ રોજનો ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ ખર્ચ આવે છે.આમ છતા હેલ્થ કેર એટ હોમ સર્વિસની માંગણી ૨૦ ગ ણી વધી ગઈ છે.ધનિક વર્ગ આ માટે ઓક્સિમિટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર ઉંચા ભાવે ખરીદવા તૈયાર છે.ઉપરકણોનુ સંચાલન કરવા માટે મેડિકલ પ્રોફેશનલ્સની માંગ પણ વધી ગઈ છે. લોકો આ માટે એડવાન્સ પેમેન્ટ કરીને પણ બૂકીંગ કરી રહ્યા છે